મમતાનો સવાલ, 2 હજારની નોટમાં બંગાળ ટાઇગરની તસ્વીર કેમ નથી

નવી દિલ્હી : નોટબંધીની વિરુદ્ધ તમામ વિપક્ષી પાર્ટીઓને એકજુથ કરવાના પ્રયાસો કરી રહેલ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2000ની નોટ મુદ્દે ફરિયાદ કરી છે. તેમણે પુછ્યું કે 2 હજાર રૂપિયાની નવી નોટમાં બંગાળ ટાઇગરનો ફોટો કેમ નથી છપાવ્યો ? મમતાએ પોતાની ફરિયાદ અંગે કહ્યું કે એવું મોદી સરકારે ઇરાદાપુર્વક જ આ કૃત્ય કર્યાનું પણ જણાવ્યું હતું.

મમતાએ કહ્યું કે, દરેક વ્યક્તિ સુંદરવન અને બંગાળ ટાઇગર અંગે જાણે છે. મોદી સરકારનું કહેવું છે કે હાથી રાષ્ટ્રીય વિરાસત છે. ઠીક છે, અમને તે વાતનો કોઇ વિરોધ નથી. પરંતુ શું તેઓને રાષ્ટ્રીય પ્રાણી સાથે કોઇ સંબંધ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે,મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી 2000ની નવી નોટમાં એક તરફ મહાત્મા ગાંધીની તસ્વીર છે, તો બીજી તરફ સેટેલાઇની તસ્વીર છે. સાથે મંગળયાન લખેલું છે.જે અંતરિક્ષ પ્રોગ્રામના એચીવમેન્ટ જણાવ્યું છે.તેની નીચે એક બોક્સમાં હાથી, મોર અને એક ફુલ જે કમળને હળતો મળતો આવે છે.

નોટની ડાબી તરફ સ્વચ્છ ભારત પ્રોગ્રામનો લોગો છે. હાલમાં જ બંધ થયેલ 1000 અને 500 રૂપિયાની નોટોમાં કોઇ પણ જાનવરનો ફોટો નથી. ઉપરાંત 100,50 તથા 20 રૂપિયાની નોટ પર પણ કોઇ પ્રાણીની તસ્વીર નથી. માત્ર 10 રૂપિયાની નોટમાં ટાઇગર, હાથી અને ગેંડાનો ફોટો છે.

ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જી નોટબંધીની વિરુદ્ધ મોદી સરકારને ઘેરવા માટે મંગળવારે દિલ્હી આવી રહી છે. અહી તેઓ આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ સાથે જોડાઇને સરકારની વિરુદ્ધ મોર્ચો ઉભો કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં જ મમતા એક ડેલિગેશન લઇને પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જીને પણ મળ્યા હતા.

You might also like