1000ની નોટ નવા સ્વરૂપે 1 જાન્યુઆરીથી ચલણમાં આવશે

નવી દિલ્હી : રિઝર્વ બેંક દ્વારા 500 અને 2000ની નવી નોટો ચલણમાં દાખલ કરી દેવામાં આવી છે. જો કે હવે 1000ની ફરીથી પુનર્જીવીત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ નોટની એક પ્રતિકૃતી હાલ બેન્કિંગ વર્તુળોમાં ફરતી થઇ છે. આ નવી નોટ પહેલી જાન્યુઆરીથી ચલણમાં લાવવા અંગે સરકાર વિચારી રહી છે.

1000
(1000ની આ પ્રકારની પ્રતિકૃતી ફરતી થઇ )

ફરતી થયેલી 1000ની કથિત નવી નોટ પણ 500 અને 2 હજારની નોટ જેવી જ છે. તેમાં મહાત્મા ગાંધીની તસ્વીર તે જ પોજીશન પર છે જ્યાં 500ની નોટમાં છે. ફોન્ટ પણ નાનાથી મોટા થઇ રહ્યા છે. આ નોટ રૂ.500ની જેમ ગ્રે શેડ પર જ બનાવાઇ છે. તેમાં ગ્રીન અને બ્લુ કલરન સિક્યુરિટી થ્રેડ છે.

જો કે મહત્વનું છે કે આ નોટનો આગળનો ભાગ જ જોઇ શકાય છે. માટે તેની પાછળનાં ભાગે શું રાખવામાં આવ્યું છે અથવા આવશે તે અંગેની કોઇ માહિતી મળી શકી નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે, 1 હજારની નોટ પાછળ કોઇ વૈજ્ઞાનિક સિદ્ધી કે સરકારી અભિયાનનો સંદેશ મુકવામાં આવે તેવી શક્યતાઓ છે. આ સંદેશ સ્વચ્છ ભારત, કેશલેશ ઇકોનોમી કે એવા કોઇ અર્થનો હોઇ શકે છે.

You might also like