નવા મેયર, કમિશનર જુલાઈમાં સિંગાપોરનો પ્રવાસ કરશે

અમદાવાદ: શહેરના નવા મેયર ગૌતમ શાહ અને કમિશનર ડી. થારા આગામી તા.૧૦થી ૧૪ જુલાઈ દરમિયાન કોર્પોરેશનના ખર્ચે સિંગાપોરનો પ્રવાસ કરશે. મેયરપદે આરૂઢ થયા બાદ ગૌતમ શાહનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. સિંગાપોરના મિનિસ્ટર ફોર નેશનલ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આગામી તા.૧૦થી ૧૪ દરમિયાન સિંગાપોર ખાતે પાંચમી વિશ્વ મેયર સમિટનું આયોજન કરાયું છે. આ સમિટ માટે અમદાવાદ કોર્પોરેશનને નિમંત્રણ પાઠવાયું છે. આ નિમંત્રણના આધારે મ્યુનિ. તંત્રએ દરખાસ્ત તૈયાર કરીને આગામી ગુરુવાર તા.૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૬એ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મુકાઈ છે. આ દરખાસ્ત મુજબ અમદાવાદ કોર્પોરેશન વતી મેયર ગૌતમ શાહ અને કમિશનર ડી.થારા પાંચમી વિશ્વ મેયર સમિટમાં ભાગ લેશે.

You might also like