જુઓ…નેક્સ્ટ-જનરેશન Wagon R કેવી લાગે છે, જાણો તેના ફિચર્સ

દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારૂતિ સુઝુકી પોતાની લોકપ્રિય હેચબેક કાર વેગન-R જલ્દી જ ભારતમાં લોન્ચ કરી શકે છે. હાલમાં જ હેચબેક મારૂતિ સુઝુકી વેગન આર નો પ્રોટોટાઇપ ઓન-રોડ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કર્યું.

આ કાર કવર વગર સ્પોટ કરવામાં આવી, જેના કારણે આ કારનો નવો લૂક આસાનીથી જોઇ શકાતો હતો. નેક્સ્ટ-જનરેશન મારૂતિ વેગન-આર ની સૌથી વધુ ખાસ વાત એ રહી કે ‘ઇડલિંગ સ્ટોપ’ ની બેજિંગ સાથે આવે છે, જે તેનું ઇંધણ વધારવામાં મદદ કરશે.

નેક્સ્ટ-જનરેશન મારૂતિ વેગન-આર સુઝુકીના heartct પ્લેટફોર્મ પર આધારિત હશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ લોન્ચ થયેલી મારૂતી સુઝુકી હેચબેક કાર સ્વિફ્ટ અને ન્યૂ ડિઝાયર કોમ્પેક્ટ સેડાન પણ heartect પ્લેટફોર્મ પર આધારીત છે.

સ્પોટ કરવામાં આવેલ નવી વેગન-આરથે એ જરૂરથી ખબર પડે છે કે આમાં ન્યૂ રેપઅરાઉન્ડ હેડલાઇટસ, થ્રી-સ્ટેટ ક્રોમ ગ્રિલ, ફોર-સ્લેટેડ એર-ડેમ, સ્ટીલ વ્હીલ્સ અને પાછળની તરફ નવા એલઇડી ટેલલાઇટ્સ લગાવામાં આવ્યા છે.

નેક્સ્ટ-જનરેશન મારૂતિ વેગન-આર હાલની સરખામણી ઘણી આકર્ષક અને શાર્પેર નજર આવી રહી છે અને આશા છે કે નવી મારૂતી વેગન આરમાં ઘણા સારા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવશે. કદાચ તેમાં ન્યૂ ટચસ્ક્રીન ઇન્ફોન્ટમેન્ટ સિસ્ટમ અને સ્ટાન્ડર્ડ મોડલમાં ડ્યૂલ ફ્રન્ટ એરબેગ્સ અને એબીએસ જેવા ફીચર્સ આપવામાં આવશે.

નવી heartect પ્લેટફોર્મ આધારિત હોવાના કારણે ન્યૂ વેગન આર કારનું વજન હલ્કુ અને તેનું રાઇડીંગ અને હેન્ડલિંગ એક્સપીરિયન્સ અગાઉની વેગન-આરથી સારો હશે. આમ પણ કંપની હાલમાં ભારતમાં મારૂતિની સૌથી વધારે વેચણા ધરાવતી હેચબેક કારમાં ઘણા ઉચ્ચ પ્રકારના ઇક્વિપમેન્ટ આપી શકે છે.

You might also like