નવી લેઝર ટેક્નોલોજી જે-તે ચીજને ગાયબ કરી દઈ શકે છે

‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મમાં અનિલ કપૂર તેના પપ્પાની એક ઘડિયાળ પહેરે એટલે અદૃશ્ય થઈ જાય છે. અાવું જ કંઈક હવે હકીકતમાં બની શકે છે. નવી લેઝર ટેક્નોલોજી એવી શોધાઈ છે જેના તરંગોથી ધૂંધળી સપાટી ધરાવતી ચીજોને તમે નરી અાંખે જોઈ ન શકો એવી પરદર્શક થઈ જાય છે. ઓસ્ટ્રેલિયાની વિએન યુનિવર્સિટીના ટેક્નોલોજીના નિષ્ણાતોએ એવા પ્રકાશના તરંગો શોધ્યા છે જે ચીજોની અારપાર નીકળવાને બદલે અાજુબાજુમાં અનિયમિત રીતે વિખેરાઈ જાય છે જેને કારણે એ ચીજ સામે જોઈ શકાતી નથી.

You might also like