ફ્રાંસમાં નવા પ્રોસ્ટિટ્યૂશન કાયદાએ વધારી મુશ્કેલીઓ, પૈસા લેવા ગેરકાનૂની

પેરિસ: ફ્રાંસમાં મંગળવારે તે કાયદાને મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં સેક્સના બદલામાં પૈસા આપતાં સજાનો નિયમ હતો. આ નવા કાયદા બાદ ફ્રાંસમાં જોરદાર પ્રદર્શન શરૂ થઇ ગયું છે.

ફ્રાંસમાં આ નવા નિયમ બાદ હવે જો કોઇ વ્યક્તિએ સેક્સના બદલામાં કોઇને પૈસા આપ્યા તો પછી તેને ફ્રેંચ કરન્સી મુજબ 3750 યૂરોનો દંડ ભરવો પડશે. ભારતીય મુદ્રા સાથે તેની તુલના કરીએ તો આ રકમ લગભગ બે લાખ 84 હજાર રૂપિયા થાય છે.

જો કે પહેલીવાર પકડાતાં 1500 યૂરો અને પછી એક લાખ 14 હજાર રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવશે. ફ્રાંસે આ સાથે જ આ નિયમને તોડનાર માટે કાઉન્સલિંગ અને કેટલાક અવેરનેસ પ્રોગ્રામની શરૂઆત પણ કરી છે.

યૂરોપ અને અમેરિકાના બાકી દેશોમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવાના મામલે દોષીઓની સાથે જે પ્રકારે વર્તન કરવામાં આવે છે તે રીતે આ કોર્સ હેઠળ લોકોની સાથે વર્તવામાં આવશે.

સાંસદોના અનુસાર આ નવા કાયદાનો હેતૂ દેશમાં હાજર વિદેશી દલાલોને તે નેટવર્કને ખતમ કરવાનો છે જે બહારથી વેશ્યાવૃતિના લોકોને લઇને આવે છે. જો કે કાયદાને લઇને ફ્રાંસની સંસદના બે સદનો નેશનલ એસેમ્બલી અને સેનેટ વચ્ચે ઘણા મતભેદ છે અને માનવામાં આવી રહ્યું છે કે આ કાયદાને સંસદમાં પાસ થવામાં હજુ બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.

You might also like