બાર ડાન્સરને સ્પર્શવાની સજા 50 હજાર દંડ અને 6 મહિના જેલ

મુંબઇ : મુંબઇની બાર ડાન્સર્સ માટે મહારાષ્ટ્ર સરકાર નવો કાયદો લાવી છે. આ નવા કાયદામાં કોઇ બાર ડાન્સરને અડવાથી પણ 6 મહિનાની સજાનું પ્રવધા રહેશે. સમાચાર અનુસાર જો કોઇ વ્યક્તિએ બાર ડાન્સરને અડશે અથવા તો તેનાં પર નોટ ફેંકશે તો તેનાં પર 50 હજાર રૂપિયાનો દંડ પણ લાગી શકે છે અથવા 6 મહિનાની સજા થઇ શકે છે.

અગાઉ ડાન્સ બારનાં લાઇસન્સ માટે સરકાર દ્વારા લાવવામાં આવેલા કેટલાય નવા નિયમોનાં મુદ્દે સરકાર અને બાર માલિકોની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બાર મિલાકોનું કહેવું હતું કે સીસીટીવી જેવા થોડા નિયમો મહિલાઓનું શોષણ રકોવા માટે મદદગાર સાબિત થશે પરંતુ કેટલાય નિયમ બિલ્કુલ અવ્યવહારીક છે. જેને સરકારે હટાવવા જોઇએ.

હવે જોવું તે રહ્યું કે આ કાયદ બનાવવાનાં સમાચાર સામે આવ્યા બાદ બાર માલિકોની પ્રતિક્રિયા શું આવશે. અત્રે ઉલ્લેખનીય છેકે બારડાન્સરો પર જે પૈસા ઉડાવવામાં આવતા હોય છે તેમાં બાર ડાન્સરો અને બાર માલિકોનો ભાગ હોય છે. જો કે પૈસા ઉડાડવા તે બિનકાયદેસર છે. જેથી આ મુદ્દો પહેલાથી જ વિવાદિત રહ્યો છે. જેનાં કારણે હવે તે મુદ્દે ગુંચ ઉભી થાય તેવી શક્યતાઓ છે.

You might also like