નોકરી ઊભી કરો અને ટેક્સમાં રાહત મેળવો

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર નવી નોકરીઓ ઊભી કરનાર કંપનીઓને બજેટમાં ટેક્સમાં રાહત આપવા સંબંધી ગંભીરતાથી વિચારી રહી છે. સરકારની એક ઉચ્ચસ્તરીય કમિટીએ આ અંગે પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં કંપનીઓ બે ટકા વધારાની નોકરીઓ ઊભી કરે તો આવી કંપનીઓને ૩૦ ટકા સુધી કરમાં રાહત મળે. દેશમાં કુલ ૪૮ કરોડ વર્ક ફોર્સ છે, જેમાંથી છ ટકા સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારી છે. આ સિવાય દર વર્ષે એક અંદાજ મુજબ ૧.૨ કરોડ નવા લોકો વર્ક ફોર્સમાં જોડાતા રહ્યા છે. સરકાર નવી નોકરીઓ ઊભી થાય તેના ઉપર ભાર મૂકી રહી છે, જેના કારણે આ દરખાસ્ત આગામી બજેટમાં સ્વીકારાય તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.

You might also like