નવી નોકરી જોઇએ? તો જાણો કયો છે સૌથી ખાસ દિવસ !

નવી દિલ્હી : શું તમે નવી નોકરીની શોધમાં છો ? શું તમે ઘણા અઠવાડિયાથી તમારા બાયોડેટાને ઠીક કરી રહ્યાં છો, તમે તમારા બાયોડેટામાં થોડુ સાચુ અને થોડુ ખોટુ બતાવવા ઇચ્છતા હશો જેના કારણે તમે બીજા કરતાં વધારે યોગ્ય ઉમેદવાર લાગો. તમે ઘણા લોકોનું રેફરન્સમાં નામ પણ આપ્યું હશે. અંતમાં તમે જે કંપનીમાં અરજી આપેલ છે ત્યાં સફળ થવાની ખાતરી પણ હશે. અને હા તમે જે દિવસે અરજી આપી તે દિવસ સોમવાર હશે. આ આઇડિયા એક રિસર્ચ બાદ સામે આવ્યો છે.

એક જોબ ડેટા કલેક્ટ કરતી કંપની ડીએચઆઇ ગ્રુપ અનુસાર સૌથી વધારે લોકો અઠવાડિયાની શરૂઆત એટલે કે સોમવારે જ નવી નોકરી માટે અરજી કરતાં હોય છે. મંગળવારે સોમવાર કરતાં ઓછી અરજી આવે છે, જ્યારે બુધવારે તો તેના કરતાં પણ ઓછી અરજીઓ આવે છે. જ્યારે શુક્રવારે કરવામાં આવતી અરજીની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળે છે.

બ્લૂમબર્ગમાં કામ કરતા એક એમ્પલોયે જણાવ્યું કે સપ્તાહના અંતમાં લોકો પાસે નોકરી શોધવાનો સૌથી વધારે સમય હોય છે કારણ કે અઠવાડિયાના અંતમા વધારે કર્મચારીઓ રજા પર હોય છે તેમ છતાં આ સમયે થોડા જ લોકો નોકરી માટે અરજી કરતાં હોય છે. એક કંપનીના સર્ચ અનુસાર મહિનાની શરૂઆથમાં સૌથી વધારે લોકો અરજી કરે છે જ્યારે મહિનાના અંતમાં ઓછા લોકો અરજી કરે છે. મહિનાની 30 અને 31મી તારીખે અરજીની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળે છે.

You might also like