૧૪ કંપની IPO લાવવાની લાઈનમાં

અમદાવાદ: ક્લેન્ડર વર્ષ ૨૦૧૬માં ૨૬ કંપનીઓ દ્વારા રૂ. ૨૬,૫૦૦ કરોડ આઇપીઓ દ્વારા ઊભા કરાયા બાદ વર્ષ ૨૦૧૭માં પણ કેટલીક કંપનીઓ આઇપીઓ લાવવાની તૈયારીઓમાં છે. શેરબજાર નિયમનકારી એજન્સી સેબીએ રૂ. ૮,૦૨૦ કરોડ એકઠા કરવા ૧૪ આઇપીઓને મંજૂરી આપી દીધી છે, જ્યારે ૧૦ કંપનીના આઇપીઓ માટે સેબીમાં દસ્તાવેજ રજૂ કરાયા છે.

આગામી દિવસોમાં મુંબઇ સ્ટોક એક્સચેન્જ, એનએસઇ-નેશનલ સ્ટોક એક્સચેન્જ, એવન્યૂ સુપર માર્ટ-ડી માર્ટ, હુડકો, સીડીએસએલ-સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિ., કોન્ટિનેન્ટલ વેરહાઉસિંગ સહિત કેટલીક કંપનીઓ આઇપીઓ લાવવાની તૈયારીમાં છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરીમાં શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ કંપનીઓએ આઇપીઓ લાવવાની તૈયારીઓ હાથ ધરી છે.

પાછલા કેટલાક IPOમાં મળેલું રિટર્ન
કંપની ટકાવારી
લોરસ લેબ્સ ૧૦.૩૬
શીલા ફોર્મ ૩૨.૪૯
વરુણ બેવરેજિસ – ૬.૭૫
પીએનબી હાઉસિંગ ૪.૬૦
એન્ડ્યુરન્સ ટેક્નો. ૧૮.૧૦
એચપીએલ ઈલેક્ટ્રિક – ૪૫.૮૪
ICICI પ્રૂડેન્શિયલ ૦.૪૮

You might also like