પ્રતીક્ષાનો આવ્યો અંત..! ભારતમાં લોન્ચ થઇ Hyundaiની નવી સેન્ટ્રો કાર

Hyundai કંપનીએ પોતાની ઘણા સમયથી જોઇ રહેલી નવી સેન્ટ્રો કારને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 3,89,000 રૂપિયા (એક્સ-શો રૂમ) રાખી છે. ઉલ્લેખનીય છે કે આ કારની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી.

આ કારના ફોટાઓ સમયાંતરે ખાનગીમાં વારંવાર સામે આવતા હતા. આજે તેને સત્તાવાર લોન્ચ કરી દેવામાં આવી છે. આ નવી કારને મોર્ડન સ્ટાઇલિશ ટોલબોય ડિઝાઇન, પ્રીમિયમ કેબિન, નવી ટેકનોલોજી, ઘણું સારું પરફોર્મન્સ અને પહેલાથી સારા સેફટી ફીચર્સની સાથે રજૂ કરી છે. આ કારને ખાસ ફેમિલી ખરીદનારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

આ નવી કાર સાત કલરમાં ઉપલબ્ધ હશે. જેમાં બે નવા કલર ઓપ્શન – ઇમ્પીરિયલ બીજ તેમજ ડાયના ગ્રીન સામેલ છે. નવી સેન્ટ્રોની ડિઝાઇનની થીમ Rhythmical Tension બેઇઝડ છે. આ કારના એક્સટીરિયરની વાત કરીએ તો તેમાં હુન્ડાઇની ઓળખ માનવામાં આવતા કાસ્કેડ ગ્રિલ વિથ કોમ સર પ્રેરિત છે. તેની સાથે જ નવા ફોગ લેમ્પ એવી રીતે લગાવામાં આવ્યા છે જેના કારણે તે સ્પોર્ટી લૂકમાં જોવા મળે છે.

આ કારની હાલની ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં 17.64cm ટચ સ્ક્રીન, ઓડિયો-વીડિયો સિસ્ટમ આપવામાં આવી છે. આ મલ્ટી-મીડિયા સિસ્ટમને એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે, મિરર લિન્ક અને આઇબ્લૂ સ્માર્ટફોન એપ સપોર્ટ સાથે વોઇસ રિકોગ્નિશન ફંકશન આપવામાં આવ્યું છે. સેફટી માટે તેમાં સ્ટાન્ડર્ડ રૂપે EBDની સાથે ABS, ડુએલ ફ્રન્ટ એરબેગ, ઇમ્પેક્ટ સેન્સિંગ ઓટો ડોર લોક, રિયર પાર્કિંગ સેન્સર તેમજ સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક જેવા ફીચર્સ આપવામાં આવેલ છે.

કસ્ટમરોને આ કાર સાથે સીએનજીનો ઓપ્શન પણ મળશે. નવી સેન્ટ્રો કારના પાવર સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 4 સિલિન્ડર 1.1 લીટર પેટ્રોલ એન્જીન આપવામાં આવેલ છે. આ એન્જીન 69ps પાવર ઉત્પન્ન કરે છે.

divyesh

Recent Posts

અમદાવાદમાં આવેલ છે એક માત્ર અંજની માતાનું મદિર.

અમદાવાદ શહેરમાં સાલ હોસ્પિટલ પાસે હનુમાનજીના પરમ સાધ્વી માતા અંજલિ-અંજની માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં મા અંજનીના…

21 hours ago

10 વર્ષ બાદ પણ મળે છે કસરતનો લાભ, સંશોધનમાં ચોકાવનારી વાત સામે આવી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કસરત છોડી દેતી વ્યક્તિને તેનો લાભ પણ મળતો નથી, પરંતુ તાજેતરના સંશોધનમાં એક…

21 hours ago

મહેશ ભટ્ટે ગુસ્સામાં કંગનાને ચંપલ ફેંકીને મારી હતીઃ રંગોલી

અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ નિવેદનોને લઈને તેની બહેન રંગોલી ચંદેલનો ગુસ્સો આ વખતે અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાજદાન પર…

22 hours ago

જેટ એરવેઝના 22 હજાર કર્મચારીઓ રોડ પરઃ આજે જંતરમંતર પર દેખાવ

નાણાકીય સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ બુધવાર રાતથી હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલે રાત્રે અમૃતસરથી મુંબઇ વચ્ચે…

23 hours ago

પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બબ્લાસ્ટ થયો નથી:PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદીએ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે જાહેર સભાને ગજવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની…

23 hours ago

બીજા તબક્કાની 95 બેઠક પર મતદાન જારી: 68 બેઠક પર NDA-UPA વચ્ચે સીધી ટક્કર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ૧૧ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.…

24 hours ago