નવી અમેઝ ભારતમાં થઈ લોન્ચ , જાણો કિંમત અને ફીચર…..

હોંડા કાર્સે ઈન્ડિયામાં બુધવારે નવી જનરેશનની અમેઝ કોમ્પેક્ટ સિડાન લોન્ચ કરી છે. કહેવામાં આવી રહ્યુ છે કે તેની સીધી ટક્કર સૌથી વધારે વેચાવા વાળી કાર મારૂતિ ડિઝાયર અને આવનારી ફોર્ડ એસ્પાયર ફેસલિફ્ટથી હશે. આ ગેલેરી પરથી જાણે કારના ફીચર્સ વિશે.

હોંડાની આ કાર પૂરી રીતે પ્લેટફોર્મ પર બેસ્ડ છે અને પેટ્રોલ અને ડીઝલ બંન્ને ઓપ્શનમાં ઉપલબ્ધ છે. હોંડાનો વાયદો છે કે શ્રેષ્ઠ સીટ સ્પેસ અને બુટ કેપેસીટીથી લેસ છે. આ સિડાન પોતાના જુના મોડલથી લાંબી હશે પણ 4 મીટર માર્કના અંદર હશે.

કારનું ઈન્ટરિયર શ્રેષ્ઠ હોવનું દાવો કરવામાં આવી રહ્યો છે. તેના કેબીનની ફિનિશિંગ બીજ અને બ્લેક થીમ પર કરવામાં આવી છે. તે ઉપરાંત તેમાં મોટી ટચસ્ક્રીન ઈંન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જે મિરરલિંક, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરશે.

વ્હીલબેસની વાત કરીએ તો તેમાં 65mm લાંબો વ્હીલબેસ છે જ્યારે આ કારની ફ્રંન્ટમાં તેના જુના મોડેલ કરતા 35mm વધારે શોલ્ડર રૂમ છે. કારના લાંબા વ્હીલબેસના કારણે ગાડીમાં સ્ટેબિલિટી વધારે છે, જ્યારે રાઈડ કંમ્ફર્ટને વધારવા માટે તેનું સસ્પેન્શન સેટઅપ પણ નવુ કરવામાં આવ્યુ છે.

નવી અમેઝ એક ફેમિલી કાર દેખાય છે જેના ફ્રન્ટમાં મોટો ગ્રીલ આપવામાં આવ્યો છે. ગ્રાફન્ડ ક્લિયરન્સને 170mm સુધી વધારવામાં આવ્યો છે. જેનાથી આપણા રસ્તાઓ પર કાર સારી રીતે ચાલી શકે.

એન્જીનની વાત કરીએ તો એમેઝનું પેટ્રોલ વેરિયન્ટ 1.2- લીટર 4 સિલિન્ડર એન્જિન સાથે આવે છે જે 89 bhp નો પાવર પેદા કરે છે અને 110nm ‘ટોર્ક જનરેટ કરે છે.

ડીઝલ વેરિયન્ટના એન્જીનની વાત કરીએ તો તેનું એન્જીન 1.5 લીટર 4 સિલિન્ડર એન્જીન સાથે આવે છે જે 98bhp ની પાવર પેદા કરે છે જ્યારે 200nm નો ટોર્ક જનરેટ કરે છે, બંન્ને એન્જીન ઓપ્શનમાં 4 મેનુઅલ અને 2cvt ઓપ્શન ઉપલ્ધ છે.અન્ય ફીચરની વાત કરીએ તો તેમા નેવિગેશન, એલોય વ્હીલ્સ, ક્રુઝ કંટ્રોલ્સ, ઓટો ક્લાયમેટ કંટ્રોલ, led drls જેવી વસ્તુઓ સામેલ છે, કંપનીનું કહેવુ છે કે આ નવી અમેઝનો ઓડિયન્સ ટારગેટ મુખ્યઃ 25 થી 40 વર્ષના લોકો છે.કારની કિંમતની વાત કરીએ તો 5.59 લાખ રૂપિયા (એક્ષ શોરૂમ, પેન ઈન્ડિયા) થી શરૂ થાય છે. કંપની શરૂઆતી 20 હજાર કસ્ટમર્સને આ કાર સ્પેશ્યલ પ્રાઈઝ પર આપશે.

You might also like