મેં 2018માં લોન્ચ કરાશે ન્યૂ હોન્ડા અમેઝ

ન્યૂ દિલ્હીઃ હોન્ડા ભારતમાં પોતાની સેકન્ડ જનરેશન અમેઝને મેં 2018માં લોન્ચ કરવા માટે તૈયાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલ 2018નાં પ્રથમ સપ્તાહથી જ હોન્ડાનાં ડીલર્સે આ કારની બુકિંગ લેવાનું શરૂ કરી દીધું.

આ કારને ગ્રાહક 21,000 રૂપિયાની શરૂઆતની રકમ આપીને પણ બુક કરાવી શકે છે. કે ત્યાર બાદ આની ડિલિવરી મેં 2018નાં રોજથી શરૂ થશે.

તમને જણાવી દઇએ કે ન્યૂ હોન્ડા અમેઝને આ વર્ષે ઓટો એક્સ્પો 2018માં રજૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની હાલમાં પણ આને 1.2 લીટર પેટ્રોલ એન્જીન અને 1.5 લીટર ડીઝલ એન્જીન સાથે લોન્ચ કરશે.

હોન્ડા અમેઝનું પેટ્રોલ એન્જીન 88એચપી અને ડીઝલ એન્જીન 100 એચપીનો પાવર જનરેટ કરે છે. અમેઝનું પેટ્રોલ વર્ઝન ફાઇવ સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ અને સીવીટી ઓપ્શન સાથે આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે કંપની આનાં ડીઝલ વર્ઝનમાં પણ સીવીટી ગેરબોક્સનો ઓપ્શન આપી શકે છે.

You might also like