સુરક્ષાના નવા માપદંડ સાથે તૈયાર થઇ રહ્યું છે નવું હેલમેટ, આવા હશે તેના ફિચર્સ

નવી દિલ્હીઃ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હેલમેટની ડિઝાઇનમાં ઝડપથી ફેરફાર થવા જઇ રહ્યાં છે. હાલ જે હેલમેટ છે. તે વાતાવરણને અનુરૂપ નથી, સાથે જ સુવિધાજનક પણ નથી. એટલા માટે જ નવા હેલમેટની ડિઝાઇન ટ્રાન્સપોર્ટ તેમજ રાજમાર્ગ મંત્રાલય અને ભારતી માનક બ્યુરો (બીઆઇએસ) દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. તમામ કંપનીઓને બે માસની અંદર નવા માપદંડ પ્રમાણે હેલમેટ તૈયાર કરવાના રહશે. હેલમેટની કિંમત અંદાજીત 700-800 રૂપિયા રહેશે.

હાલના હેલમેટમાં પડી રહેલી મુશ્કેલીઓની વાત કરીએ તો વજન 500 ગ્રામથી લઇને દોઠથી ત્રણ કિલો સુધી છે. સ્ટેપ બેઝ ખૂબ જ નબળો છે. ગરમીમાં ખૂબ જ પરસેવો થાય છે. ધૂળ માટીથી પણ છુટકારો મળતો નથી. વધારે પડતા હેલમેટમાં પેડિંગ નક્કી કરેલા માતદંડો પ્રમાણે નથી. વાળ પણ ખરાબ થઇ જાય છે. હેલમેટની આગળ લગાડેલો કાચ નબળો છે. જે ચાલકને નુકશાન પહોંચાડી શકે છે.

બીઆઇએસના માપદંડો પ્રમાણે 223 કંપનીઓ ISI માર્કા પ્રમાણે નવા હેલમેટ બનાવશે. જેમાં 128 કંપનીઓ દિલ્હીમાં છે. બે વિદેશી કંપનીને પણ માન્યતા આપવામાં આવી છે. બીઆઇએસના સંજય પંતે જણાવ્યું છે કે નવું હેલમેટ સ્થાનિક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. ધુળ માટીથી બચાવશે અને પરસેવો પણ નહીં થાય, ભારતના રસ્તા અને બે પૈડાવાળા વાહનોની ગીત વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને બે મહિનામાં નવુ હેલમેટ તૈયાર કરવામાં આવશે.

નવા હેલમેટમાં ધાતુ રહીત બહારની બાજુને વધારે મજબુત બનાવવામાં આવશે, જેની પર ભારે વસ્તુ પછાડીને પરીક્ષણ કરવામાં આવશે. દુર્ધટનામાં વધારે ઇજા આજ હિસ્સામાં થાય છે. સુવિધા જનક પૈડિંગ સાથે અલગથી જાળી લગાવવામાં આવશે.  જેનાથી વાળ ખરાબ નહીં થાય. હેલમેટની આગળ મજબુત પારદર્શક કાચ રહેશે. જેથી આગળનો રસ્તો સ્પષ્ટ જોઇ શકાશે.  દાઢીની નીચે સ્ટેપ લાગશે. જેની મજબુતીનું પરિક્ષણ 15 કિલોનું વજન ખેંચીને કરવામાં આવ્યું છે. જેનાથી દુર્ધટનામાં મોઢુ અને નીચેનો હિસ્સો સુરક્ષીત રહેશે.

http://sambhaavnews.com/

You might also like