અરૂણાચલમાં બની નવી સરકાર : કલિખો પુલની મુખ્યમંત્રી તરીકે વરણી

ઇટાનગર : કોંગ્રેસનાં અસંતુષ્ટ નેતા કલિખો પુલે શુક્રવાર અરૂણાચલ પ્રદેશાં નવમા મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કર્યા હતા. પુલને રાજ્યભવનમાં એક સમારંભમાં રાજ્યપાલ કેપી રાજખોવાએ મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. હેયૂલિયાંગ વિધાનસક્ષા વિસ્તારનાં પ્રતિનિધિત્વ કરનારા 47 વર્ષીય પુલ એવી સરકારનું નેતૃત્વ કરશે જેને ભારતીય જનતા પાર્ટીનાં 11 ધારાસભ્યોનું બહારથી સમર્થન પ્રાપ્ત છે. તે ઉપરાંબ બે અપક્ષ ધારાસભ્યોએ પણ સરકારને સમર્થન આપ્યું છે. તેઓનો પણ સરકારમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છેકે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની કેન્દ્રીય મંત્રીમંડળની અપીલ શુક્રવારે મંજુર કરી લીધી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે ગત્ત બુધવારે રાષ્ટ્રપતિ શાસન હટાવવા માટેની અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે જ દિવસે એક આદેશ બહાર પાડીને રાજ્યમાં યથાસ્થિતી જાળવી રાખવા માટેનાં આદેશો આપ્યા હતા. ત્યાર બાદથી પરિસ્થિતી યથાવત્ત રાખવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ કોંગ્રેસ તેઓ કોંગ્રેસનાં 14 બળવાખોર ધારાસભ્યોનો અયોગ્ટ ઠેરવવા અંગે આદેશની સમીક્ષા નથી કરી લેતા ત્યાં સુધી યથાસ્થિતી જાળવી રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ અંગે કાલે ગુવાહાટી હાઇકોર્ટનાં રજીસ્ટ્રાર પાસેથી પ્રાપ્ત દસ્તાવેજોનાં અભ્યાસ બાદ યથાસ્થિતીનો આદેશ પાછો ખેંચી લીધો હતો. જ્યાર બાદથી રાજ્ય સરકારની રચનાં માટેનો રસ્તો સાફ થઇ ગયો હતો. જેનાં કારણે ભાજપનાં ધારાસભ્યોનાં ટેકા સાથેની સરકાર હવે અરૂણાચલ પ્રદેશમાં પદાસિન્ન થઇ ચુકી છે.

You might also like