હવે તમારો એક્સ-રે બ્લેક એન્ડ વ્હાઇટ નહીં, પરંતુ રંગીન નીકળશે

728_90

નવી દિલ્હી: જો કોઇ ડોકટરને કેન્સરના દર્દીનો બ્લેક એન્ડ વ્હાઇટ એકસ-રે મળવાના બદલે કલરફૂલ એકસ-રે મળે તો શું થશે? તેનાથી ડોકટર વધુ સરળતાથી કેન્સરગ્રસ્ત કોષિકાઓને ઓળખી શકશે. આવું થશે તો આ પ્રકારની નવતર એકસ-રે ટેકનિકથી ડોકટર કેન્સરગ્રસ્ત દર્દીનો વધુ સારી રીતે ઇલાજ કરી શકશે. આમ, હવે બ્લેક એન્ડ વ્હાઇટના બદલે રંગીન એકસ-રે હવે સપનું નહીં, પરંતુ વાસ્તવિક હકીકત બની ગયું છે.

ન્યૂઝીલેન્ડની એક કંપનીએ મેડિપિકસ થ્રી-ડી ટેકનિકથી આ સિદ્ધ કરી બતાવ્યું છે. કેન્ટરબરી એન્ડ ઓટેગો યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ પિતા-પુત્રની જોડી પ્રો. ફીલ અને એન્થોની બટલરે એક સ્કેનર બનાવ્યું છે, જેના દ્વારા રંગીન એકસ-રે નીકળે છે. બંનેએ ૧૦ વર્ષની જહેમત બાદ આ મશીન તૈયાર કર્યું છે. આ ટેકનિક યુરો‌‌િપયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચમાં વિકસિત થઇ હતી.

આ ટેકનિક કઇ રીતે કામ કરે છે?
મેડિપિક્સ પા‌િર્ટકલ ઇમેજિંગ અને આઇડેન્ટિફિકેશન માટે તૈયાર ચિપ્સનો સેટ છે. મેડિપિક્સ વાસ્તવમાં કેમેરાના કોન્સેપ્ટ પર કામ કરે છે, જે ઇલેકટ્રોનિક શટર ખૂલતાંની સાથે જ પા‌િર્ટકલના પિક્સલને હિટ કરીને તેની ઇમેજ તૈયાર કરે છે. તે હાઇ રિઝોલ્યુશન, હાઇ કોન્ટ્રાસ્ટ અને વિશ્વસનીયતા સાથે કામ કરે છે. આ તમામ ખૂબીઓ મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિકારી છે.

હાઇબ્રિડ પિક્સલ ડિટેકટર ટેકનોલોજી શરૂઆતમાં લાર્જ હેડ્રોન કોલાઇડરમાં પા‌િર્ટકલ ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાઇ હતી. એકસ-રે દરમિયાન જ્યારે કિરણો શરીરના કોઇ અંદરના ભાગમાંથી પસાર થાય છે ત્યારે સેન્સર તેની સ્પેશિયલ વેવલેન્થ માપે છે. ત્યારબાદ સ્પેકોસ્કોપી અને એલ્ગો‌િરથમ દ્વારા ડેટા એકત્ર કરે છે અને પછી તેને થ્રી-ડી કલર ઇમેજમાં પરિવર્તિત કરે છે. આ ઇમેજમાં માત્ર હાડકાં જ નહીં, પરંતુ લોહી, ‌િટશ્યૂ અને ફેટ પણ કલરફૂલ દેખાય છે.

You might also like
728_90