વોટ્સઅપનું એવું ફીચર્સ જેનાથી તમે હશો અજાણ

 

વોટ્સઅપ એક એવી એપ્લિકેશન કે જેના દ્વારા કોમ્યુનિકેશનનું માધ્યમ વધારે સરળ બન્યું છે. આ એપે સેલ્ફિ ટ્રેન્ડ સૌથી વધારે પોપ્યુલર કર્યો છે. તો વિવિધ ગ્રૂપ્સ ક્રિયેટ કરીને ચેટિંગ કરવાની મજા પણ આ એપમાં આવે છે. ફ્રેન્ડ, ફેમિલી કે પછી ઓફિસના ગ્રૂપ ક્રિયેટ થાય છે. જેમાં તમામ પ્રકારની વાતો શેર થાય છે. ત્યારે મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા પાઠવતું એક એડવાન્સ ફિચર હાલમાં જ વોટ્સઅપમાં લોન્ચ થયું છે. વોટ્સઅપનું WA schedule હવે તમારા ફ્રેન્ડસને ઇનટાઇમ વિશ આપશે.

શું છે વોટ્સઅપનું WA schedule?

1. આ ફીચરને ચાલુ કરવા માટે તમારે તમારા ફોનમાં રહેલા પ્લે સ્ટોરમાંથી WA schedule એપને ઇન્સ્ટોલ કરવાની રહેશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ તમે કોઇપણ નિશ્વિત સમયે મેસેજ મોકલી શકો છો.

2. આ ફીચર દ્વારા તમે ટેક્સ્ટ મેસેજ, ફોટો વિડીયો અથવા ઓડિયો મેસેજ શિડ્યુલ કરીને સેન્ડ કરી શકો છો.

3. સિડ્યુઅલ સેટ કરવા માટે એપ્લીકેશનની અંદર જઇ પેન્સિલ દોરેલ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે વ્યક્તિને મેસેજ કરવાનો છે તેને ટાઇપ કરીને મોકલવાનો રહેશે. તેમજ કયા સમય પર તમારે મેસેજ મોકલવાનો છે તે સેટ કરવાનો રહેશે.

4.તમારે જે સમયે મેસેજ મોકલવો હશે તેની જાતે સેન્ડ થઇ જશે અને ત્યારબાદ તે મેસેજ સામે વાળી વ્યક્તિને મળ્યો કે નહીં તે જોઇ પણ શકાશે.

 

You might also like