ગ્રીન કાર્ડ પર ટ્રમ્પે ચલાવી કાતર, લાખો લોકોએ છોડવું પડી શકે છે અમેરિકા

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા વિદેશ મૂળના લોકોને ડોનાલ્ડ ટ્રમ્પ એક મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકાના બે પ્રભાવી સેનેટર્સે સંસદમાં સંશોધન પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવ પ્રમાણે અમેરિકા આવનારા દસ વર્ષમાં કાયદાકિય રીતે ઇમિગ્રેશનની સંખ્યાને ઓછી કરીને અડધી કરી દેશે.

આ પ્રસ્તાવ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના સેનેટર ટોમ કોટન અને ડેમોક્રેટ પાર્ટીના સેનેટર ડેવિડ પર્ડ્યૂએ મૂક્યો છે. આ પ્રસ્તાવ પ્રમાણે અમેરિકાના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર કરતા દર વર્ષે વિદેશી મૂળના નાગરિકોની થઈ રહેલી એન્ટ્રીની સંખ્યામાં મોટો કાપ મૂકવામાં આવી શકે છે.

અમેરિકાના સંસદમાં આ પ્રસ્તાવને કાયદો બનાવ્યા બાદ ત્યાં રહેતા વિદેશી નાગરિકોને મોટો ઝટકો લાગશે. એમાં મોટી સંખ્યમાં ભારતીય નાગરિકો પણ છે જેઓ ગ્રીન કાર્ડ અથવા પરમેન્ટ રેસિડેન્સીનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

You might also like