દિલ્હીઃ નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીની બિલ્ડિગમાં આગ

નવી દિલ્હીઃ દિલ્હીના નેશનલ મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીની 6 માળની ઇમારતમાં ગત રાત્રે 1 વાગે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે 40 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા દરમ્યાન ફાયર બ્રિગેડના બે કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્ત કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંનેની હાલત સારી છે. આગ ઇમારતની સૌથી ઉપરના માળે લાગી હતી. પરંતુ થોડી જ વારમાં આગ સમગ્ર ઇમારતમાં ફેલાઇ ગઇ હતી.

મ્યુઝિયમમાં ત્રીજા માળમાં એક્ઝિબિશન યોજાય છે. પાંચમાં અને છઠ્ઠા માળમાં મ્યુઝિયમના ડાયરેક્ટર, સાયન્ટિસ્ટથી લઇને તમામ મોટા અધિકારીઓની ઓફિસ છે. આ આગમાં ભારે નુકશાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં મ્યુઝિયમનો ઘણો સામના બળીને ખાખ થઇ ગયો છે. નેશનલ મ્યુઝિયમની બાજુમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ઇમારત છે. જોકે ફિક્કી ઓડિટોરિયમની ઇમારતને કોઇ જ નુકશાન થયું નથી. હાલ આગનું કોઇ જ કારણ સામે આવ્યું નથી. ફાયગર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું છે કે આ બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ કામ કરી રહી.

You might also like