રાજધાનીમાં ખૂલ્યું દેશનું સૌપ્રથમ ડોગ કેફે

નવી દિલ્હી : ગયા અઠવાડિયે એવા સમાચાર અાવ્યા હતા કે અમેરિકામાં ત્યાનું સૌપ્રથમ ડોગ કેફે ખૂલ્યું છે. હવે અા ટ્રેન્ડ અાપણા દેશમાં પણ પહોંચી ગયો છે.  દિલ્હીમાં અાપણા દેશનું સૌપ્રથમ ડોગ કેફે પપીચીનો ખૂલ્યું છે. અહીં અા પોસ્ટ કેફેમાં પાલતું ડોગીઅોને રમવા માટે અલગ જ વિભાગ ફાળવાયો છે. તેમના માટે સ્પેશિયલ વાનગીઅોનું મેનુ પણ તૈયાર કરાયું છે. હોલ મીલથી લઈને પેનકેક મફીન્સ જેવી વાનગીઅોની વેરાયટી અહીં મળશે.

You might also like