કામ વગર દિલ્હીમાં ન પ્રવેશે વ્યાવસાયિક વાહનો : સુપ્રીમ

નવી દિલ્હી : દિલ્હીમાં ભયજનક સ્થિતીએ પહોંચેલા વાતાવરણનાં મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અખત્યાર કર્યું છે. સુપ્રીમ કોર્ટે વ્યાવસાયિક વાહનો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે દિલ્હીમાં કામ ન હોય તેવા વ્યાવસાયીક વાહનોએ દિલ્હીમાં પ્રવેશવું નહી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દિલ્હી સાથે સંબંધ ન હોય તે NH10,NH2,NH57 તથા એનએચ 59 દ્વારા દિલ્હીમાં પ્રવેશે નહી. સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષ જુના ડીઝલ ગાડીઓને બદલવા માટેનાં નિર્દેશો આપ્યા છે.
મહિન્દ્રા, ટોયોટા અને મર્સિડીઝ કંપનીઓની અરજી અંગે સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે આ કંપનીઓને દસ્તાવેજી પુરાવા રજુ કરવા માટે જણાવ્યું છે. જેથી તેઓ સિદ્ધ થઇ શકે કે ડીઝલ પર ચાલતી ગાડીઓ પેટ્રોલ આધારિત ગાડીઓથી ઓછું પ્રદુષણ ફેલાવી રહી છે. 2000 સીસીથી વધારે ક્ષમતાવાળા ડીઝલ ગાડિઓનાં મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનવણી કરવા માટેની તૈયારી દર્શાવી છે.
સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર દિલ્હીમાંથી પસાર થતા વ્યાવસાયીક ટ્રકોને બીજા હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવશે. જેનાં પગલે રોહતક તરફથી આવતા ખટારાઓને ટીકરી બોર્ડર પર ડાયવર્ટ કરવામાં આવશે. મથુરા તરફથી આવનારા ટ્રક પલવલથી ડાયવર્ટ થશે. ગાઝિયાબાદ તરફથી આવતા ટ્રકને મોહન નગરથી ડાયવર્ટ કરવામાં આવશે.

You might also like