હોળી પહેલા વાતાવરણમાં પલટો : દિલ્હીમાં વરસાદ

નવી દિલ્હી : દિલ્હી – એનસીઆરમાં હોળીનાં તહેવાર પહેલા વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. માર્ચના મહિનામાં ગર્મિઓ ચાલુ થઇ જાય છે પરંતુ જમ્મુ કાશ્મીર અને ઉતરાખંડમાં બરફવર્શનાં કારણે એકવાર ફરથી ઠંડી ચાલુ થઇ ગઇ છે. હવામાન વિભાગનાં પુર્વાનુમાન અનુસાર શુક્રવાર સવારથી જ આકાશમાં વાદળો છવાઇ ગયા હતા અને સાંજ થતા સુધીમાં દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદ પણ ચાલુ થઇ ગયો હતો.

વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ભારતીય કૃષી સંશોધન કેન્દ્રનાં વૈજ્ઞાનિકોના અનુસાર સરસો અને ઘઉના પાક માટે આ વરસાદ અને કરા નુકસાનકારક છે. હવામાન વિભાગનાં અનુસાર દિલ્હી સહિતનાં આસપાસનાં વિસ્તારોમાં સારા વરસાદની આશંકા છે. શનિવાર સુધીમાં હવામાન આ પ્રકારનું રહેવાની જ શક્યતાઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર અને ઉતરાખંડમાં વરસાદની સાથે સાથે બરફવર્ષા થઇ રહ્યું છે. હવામાનનાં એક અધિકારીએ કહ્યું કે ગત્ત 24 કલાક દરમિયાન પહેલગામ અને રાજ્યનાં કેટલાક અન્ય ઉંચાઇવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઇ. હવામાન વિભાગનાં અનુસાર યૂપીમાં આગામી 48 કલાકમાં વરસાદ હોવાની શક્યતા છે. 11 માર્ચે ઉત્તરપ્રદેશમાં મતગણતરી હોવાનાં છે. એવામાં મતગણતરી દરમિયાન પણ વરસાદ થવાની સંભાવના છે.

You might also like