બ્રિટનની માફક દિલ્હીમાં પણ પૂર્ણ રાજ્ય માટે જનમત ઇચ્છે છે કેજરીવાલ

નવી દિલ્હી: યૂરોપીયન યૂનિયનથી બ્રિટનથી અલગ થતાં જ દુનિયાના વેપાર જગતમાં ઉથલ પાથલ મચી ગઇ. જનમત સંગ્રહની તાકાત જોઇ ડેવિડ કેમરૂને રાજીનામાની જાહેરાત કરી દીધી છે, તો બીજી તરફ ઇગ્લેંડથી દૂર દિલ્હીમાં બેસેલી આમ આદમી પાર્ટી પણ હવે રાજ્યમાં આવા જ જનમત પર વિચાર કરી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ બાબત પર એક ટ્વિટ કર્યું છે.

જો કે અરવિંદ કેજરીવાલની સરકાર લાંબા સમયથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. જો કે દર વખતે તેમને કેન્દ્રના વલણ અને રાજકીય દબાણના લીધે આ મુદ્દે પાછી પાની કરવી પડી છે, પરંતુ બ્રિટનની હવાએ દિલ્હીમાં રાજકીય આશા જાગી ગઇ છે. કેજરીવાલે શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું કે ‘યૂકો રેફરેંડમ બાદ ટૂંક સમયમાં જ દિલ્હીમાં પણ પૂર્ણ રાજ્યને લઇને જનમત કરવામાં આવશે.

તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ‘’બ્રિટનના યૂરોપીય સંઘથી અલગ થવાના નિર્ણય બાદ હવે સમય આવી ગયો છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે પણ જનમત થાય. લોકતંત્રમાં લોકોની ઇચ્છા સૌથી મોટી છે.’’

જો કે કેજરીવાલે પહેલાં ‘આપ’ નેતા આશીષ ખેતાન પણ એવા જ રેફરેંડમની વાત કરી ચૂક્યા છે. સીએમે ખેતાનના ટ્વિટને પણ રીટ્વિટ કર્યું છે.

You might also like