કેજરીવાલ સહિત નેતાઓએ મને અકારણ કર્યો બદનામ : કોર્ટમાં જેટલીની સ્પષ્ટતા

નવી દિલ્હી : નાણા મંત્રી અરૂણ જેટલીએ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત 6 આપ નેતાઓ પર ખોટુ બોલવાનાં આરોપો લગાવ્યા છે. માનહાનીનાં કેસમાં પટિયાલા હાઉસ કોર્ટ ખાતે હાજર અરૂણ જેટલીએ કહ્યું કે વગર કારણે જ તેને અને તેનાં પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટમાં જેટલી દ્વારા દાખલ માનહાનીનાં કેસની સુનવણી થઇ રહી છે.
કોર્ટમાં રજુ થયેલા નાણામંત્રી કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલ મારા નામે મન ફાવે તેવા ટ્વીટ કરી રહ્યા હતા. તો આપ નેતા રાઘવ ચઢ્ઢા પણ તેનાં પર રીટ્વીટ કરતા રહેતા હતા. નાણા મંત્રીએ કોર્ટમાં જવાબ રજુ કરતા કહ્યું કે આપ નેતા કેજરીવાલ સહિત 6 આપ નેતાઓએ મારી વિરુદ્ધ નકલી પ્રચાર કર્યો. મને અને મારા પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે. અત્રે નોંધનીય છે કે મીડિયા કર્મચારીઓને કોર્ટમાં જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ડીડીસીએ કૌભાંડમાં કેજરીવાલ સહિતનાં નેતાઓએ જેટલી પર આરોપો લગાવ્યા હતા. તો પક્ષનાં જ નેતા કીર્તિ આઝાદે પણ જેટલી પર આરોપો લગાવ્યા હતા.

You might also like