હવે ટૂંક સમયમાં રૂ.૧૦૦ની નવી નોટ કરન્સીમાં આવશે

હોશંગાબાદ: રૂ.ર૦૦૦ અને પ૦૦ની નવી નોટ બાદ હવે દેશની કરન્સીમાં રૂ.૧૦૦ની નવી નોટ સામેલ થવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર રૂ.૧૦૦ની નવી નોટનો રંગ લાઇટ કથ્થાઇ હશે. રૂ.૧૦૦ની નવી નોટનો આકાર રૂ.પ૦૦ની નવી નોટ જેવો જ હશે.

આ નવી નોટમાં મહાત્મા ગાંધીની તસવીર વચ્ચે મૂકવામાં આવી છે. નવી નોટની લંબાઇ-પહોળાઇ રૂ.પ૦૦ની નવી નોટ સમકક્ષ હશે. મધ્યપ્રદેશના હોશંગાબાદ સ્થિત સિક્યોરિટી પેપર યુનિટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવી નોટની ટ્રાયલ સંપન્ન થઇ ચૂકી છે. આરબીઆઇ તરફથી મંજૂરી મળતાંની સાથે જ નવી નોટ છાપવાનું શરૂ કરવામાં આવશે.

નોટબંધી બાદ રૂ.પ૦૦ની નવી નોટનો કાગળ તૈયાર કરવામાં સારી કામગીરી રહી હતી. ત્યારબાદ સરકારે રૂ.૧૦૦ની નવી નોટની ડિઝાઇન તૈયાર કરી હતી. તેને વાસ્તવિક સ્વરૂપ આપવા કરન્સી છાપતા યુનિટમાં તેઓ ટ્રાયલ પેપર બનાવવામાં આવ્યો હતો. રૂ.૧૦૦ની નવી નોટ છપાયા બાદ રૂ.૧૦૦ની જૂની નોટો પણ ચલણમાં ચાલુ રહેશે. જરૂરિયાત મુુજબ નવી નોટો છાપવામાં આવશે. નવી નોટ કરન્સીમાં આવ્યા બાદ રૂ.૧૦૦ની જૂની નોટની કાયદેસરતા પર કોઇ અસર થશે નહીં.
http://sambhaavnews.com/

You might also like