વજન ઘટાડવા માટે વેઈટલોસ કપ શોધાયા

વજન ઘટાડવું હોય ત્યારે ફ્રૂટજ્યુસ કે ખાંડવાળા પીણા પીવાની મનાઈ હોય છે. અાવા સંજોગોમાં તમને કંઈક ગળ્યું કે ફ્લેવરવાળુ પીવાનું મન થતું હોય છે. અા સમયે સાદુ પાણી પીવું તમને અાકરું લાગે. જો કે હવે નવા વેઈટલોસ કપ માર્કેટમાં અાવી ગયા છે જે સાદા પાણીને ફ્લેવરવાળુ બનાવી દે છે એ પણ તેમાં એકપણ કેલેરી ઉમેર્યા વગર. રાઈટ કપ નામના અા કપની અંદર એક અલગ પ્રકારના ફ્રૂટની સુગંધ હોય છે. પાણી પીતી વખતે એની સુગંધથી તમને એમ લાગતું નથી કે તમે સાદુ પાણી પીતા હોવ. અા કપ સોડા, લેમન, ઓરેન્જ અને બેરી જેવી ફ્લેવરમાં મળે છે.

You might also like