નવા વર્ષમાં ખેડૂતો માટે નવી પાક વીમા યોજનાઃ રાધામોહન

નવી દિલ્હી: નવા વર્ષમાં સમગ્ર દેશમાં ખેડૂતો માટે નવી વીમા યોજના લાગુ પાડવામાં આવશે. વર્તમાન વીમા નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વીમાના દર ઘટશે અને ખેડૂતોને તાત્કાલિક ચૂકવણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એવું કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ પ્રધાન રાધામોહનસિંહે જણાવ્યું હતું.

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિને આયોજિત જય કિસાન, જય વિજ્ઞાન સમારોહ સાથે કિસાન વૈજ્ઞાનિક મહાસંગમના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતાં કૃષિ પ્રધાન રાધામોહનસિંહે જણાવ્યું હતું કે હવે ખેતીથી યુવાનોએ ભાગવાની જરૂર નથી. ભારત સરકાર હવે તેમને રોજગારની ટ્રેનિંગ પણ આપશે. આગામી વર્ષે જાન્યુઆરીમાં પીપરાકોઠીમાં કૌશલ્ય વિકાસ કેન્દ્ર ખોલવામાં આવશે.

You might also like