નવો દેશ અસ્તિત્વમાં આવશે, પરંતુ અવકાશમાં!

દુનિયામાં નવો દેશ અસ્તિત્વમાં આવશે. તેના સિટીઝન બનવા માટેની અરજીઓ પણ સ્વીકારાઈ રહી છે. અત્યાર સુધીમાં ૧૪૦૦ જેટલા લોકોએ નાગરિક બનવા માટે અરજી પણ કરી દીધી છે. કુલ ૧ લાખ લોકોની અરજીઓ આવી જાય પછી યુનાઇટેડ નેશન્સમાં નવા દેશની નોંધણી માટે અરજી કરાશે એમ અવકાશમાં નવા દેશના નિર્માણમાં લાગેલા વૈજ્ઞાનિક આઇગોર અશુરબેબીનું કહેવું છે.
ઝોઓ યુનેસ્કોના સાયન્સ ઓફ સ્પેસ પ્રોગ્રામના ચેરમેન પણ છે. તેમની સાથે દુનિયાભરમાંથી બીજા વૈજ્ઞાનિકો, વકીલો અને અન્ય લોકો જોડાયા છે. આવતા વર્ષે તેઓ આ નવા દેશ માટે એક સેટેલાઇટ લૉન્ચ કરશે. નવા દેશનું નામ એસગાર્ડિયા રાખવામાં આવ્યું છે.
આ લોકોનું કહેવું છે કે સ્પેસ અંગે દરેક દેશના જુદા જુદા કાયદા છે. કોઇ એક કાયદો છે જ નહીં. સ્પેસ અંગે જે ઇન્ટરનેશનલ કાયદા બનેલા છે તેને કોઇ દેશ માનતો નથી. નવો દેશ બનશે તેના પોતાના જ જુદા કાયદા હશે. તેની ઉપર
પૃથ્વી ઉપરના કોઇ પણ દેશના કાયદા લાગુ પડશે નહીં. જે લોકો હાલમાં પૃથ્વી પર રહે છે તેઓ અહીં રહીને પણ અવકાશમાં અસ્તિત્વમાં આવનારા દેશના નાગરિકો બની શકશે.

You might also like