ન્યૂ કોટન પોલીસચોકી નજીક બાઇકર્સ ગેંગે આતંક મચાવ્યો

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલી ન્યૂ કોટન પોલીસ ચોકી નજીક મોડી રાતે બાઇકર્સ ગેંગના 20 કરતાં વધુ લોકો આંતક મચાવીને ચાર ખાણીપીણીની લારીમાં તોડફોડ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. અમરાઇવાડી પોલીસે આ બાઇકર્સ ગેંગ વિરુદ્ધમાં તપાસ શરુ કરી છે. અમરાઇવાડી વિસ્તારમાં આવેલ ન્યૂ કોટન પોલીસ ચોકી પાસે  સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ આવેલ છે. કોમ્પ્લેક્સની બહાર ચાર પાંચ ખાણીપીણીની લારી ઊભી રહે છે. મોડી રાતે બાઇક પર આવેલી 20 કરતાં વધુ વ્યકિતઓ લારીમાં તોડફોડ કરીને ફરાર થઇ ગઇ હતી. વહેલી સવારે ખાણી પીણીની લારી ચલાવતા લોકો આવ્યા ત્યારે તેમને પોતાની લારીઓમાં તોડફોડ થયેલી જોઇ હતી.
http://sambhaavnews.com/

You might also like