નવા કોન્ટેક્ટ લેન્સ જાતે જ અાંખમાં ટીપાં નાખી દેશે

ઝામર જેવી અાંખની તકલીફોના ઓપરેશન પછી દિવસભર દર કલાકે જાતભાતનાં ટીપાં અાંખમાં નાખવાનાં રહે છે. એમાં બેદરકારી કે ગફલત દરદીની અાંખનો ભોગ લઈ શકે છે, પરંતુ હવે અમેરિકાની મેસેચુસેટ્સ અાઈ એન્ડ ઈઅર ઈન્ફર્મરી ખાતેના સંશોધકોએ પોલિમર ફિલ્મ અાધારિત અનોખા કોન્ટેક્ટ લેન્સ વિકસાવ્યા છે. અા લેન્સની કિનારીએ તે દરદીની અાંખમાં નાખવાની દવાનાં ટીપાં ફિટ કરેલાં હોય છે. એ છેક ૧૦૦ દિવસ સુધી દરદીની અાંખમાં દવા રિલીઝ કરતા રહે છે. એને વચ્ચેનો ભાગ ક્લિયર હોય છે જેથી દરદીને જોવામાં કશી તકલીફ પડતી નથી.

You might also like