ઉત્તરાખંડમાં ત્રિવેંદ્ર સિંહ રાવત લેશે CM પદના શપથ, PM મોદી રહેશે હાજર

દેહરાદૂનઃ ત્રિવેંદ્ર સિંહ રાવત આજે મુખ્યમંત્રી પદની શપથ લેશે. દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ત્રિવેંદ્ર સિંહ રાવત અને અન્ય ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. શુક્રવારે તમામ ધારાસભ્યોની સહમતિ બાદ ત્રિવેંદ્ર સિંહ રાવતને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યાં છે. શુક્રવારે દહેરાદૂનમાં આયોજિત વિધાનમંડળ દળની બેઠકમાં ત્રિવેંદ્રનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. બેઠકમાં સીએમની રેસમાં શામેલ સતપાલ મહારાજ અને પ્રકાશ પંતે ત્રિવેંદ્ર સિંહ રાવતના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર બાદ રાવતના નામ પર મહોર વાગી હતી.

બપોરે ત્રણ વાગે દેહરાદૂનની પૈસિફિક હોટલમાં થયેલી બેઠકમાં કેન્દ્રીય સુપરવાઇઝર નરેન્દ્ર સિંહ તોમર અને રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડેય હાજર હતા. બેઠકમાં ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર પ્રધાન, પ્રદેશ પ્રભારી શ્યામ જાજૂ પણ શામેલ હતા. આજે  બપોરે ત્રણ વાગે નવી સરકાર શપથ ગ્રહણ કરશે. પ્રચંડ જીતથી બનેલી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી પણ હાજર રહશે. જેના માટે તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્રિવેંદ્ર સિંહ રાવત ઉત્તરાખંડના નવમાં મુખ્યમંત્રી છે. રાવત અમિત શાહના નિકટના હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તેઓ ઝારખંડમાં પ્રદેશ પ્રભારીનું પદ પણ સંભાળી રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like