આજે નવા કેન્દ્રીય પ્રધાનો પોતાનો કાર્યભાર સંભાળશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ કેબિનેટ વિસ્તરણમાં સ્થાન પામેલા પ્રધાનો આજે તેમનો પદભાર ગ્રહણ કરશે, જેમાં અલફોન્સ કન્નનથનમ, હરદીપસિંહ પુરી, રાજ્યવર્ધનસિંહ રાઠોડ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે દેશના નવા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન મંગળવારે પોતાનો કાર્યભાર સંભાળશેેે.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન આજે પોતાના મંત્રાલયના સચિવો અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને તમામ અધિકારીઓ પાસેથી સંરક્ષણ વિભાગમાં ચાલી રહેલા તમામ પ્રોજેકટ્સ અંગે માહિતી મેળવશે. તેઓ નાણાપ્રધાન અરુણ જેટલી જાપાનથી પરત આવ્યા બાદ કાર્યભાર સંભાળશે.

દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં જનતાદળ (યુ) અને એઆઇએડીએમકેના પ્રતિનિધિઓને સ્થાન નહીં મળતાં અનેક સવાલ ઊભા થયા છે. રાજકીય લોબીઓથી લઇને ટીવી ચેનલોના સ્ટુડિયોમાં જણાવાયું છે કે ર૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં કેબિનેટમાં થયેલા આટલા મોટા ફેરફારોમાં સાથી પક્ષોને કેમ સ્થાન આપવામાં આવ્યું નથી.

સોશિયલ મીડિયા પર લોકોએ કેટલાક નેતાઓનાં નામ લઇને તેમને મોદી કેબિનેટનો ભાગ બનાવવાની માગ કરી રહ્યા છે. જે લોકો મોદી સરકારમાં પ્રધાન બનવા ઇચ્છે તેમના માટે હજુ જગ્યા ખાલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની કેબિનેટનું વધુ એક વખત વિસ્તરણ કરી શકે છે, કારણ કે છ વધુ પ્રધાનોને કેબિનેટમાં સમાવવાની શક્યતા છે. બંધારણીય મર્યાદા અનુસાર લોકસભામાં શાસક ગઠબંધનના ઘટક પક્ષોની કુલ સંખ્યા ૧પ ટકા નિર્ધારિત છે.

You might also like