જીયોને ટક્કર આપશે BSNLનો આ નવો પ્લાન, જાણો શુ થશે ફાયદો

બીએસએનલ દ્વારા પોતાના કોમ્બો પ્રીપેડ પ્લાનની હાલની લાઇનમાં એક નવો સ્પેશિયલ ટેરિફ વાઉચર એટલે કે એસટીવી જોડી દેવામાં આવ્યું છે. 118 રૂપિયાના કીમતવાળા આ એસટીવીની અવધિ 28 દિવસની રહેશે. તેમાં યૂઝરને 1 જીબી ડેટા અને વોઇસ કોલિંગ મળશે. આ પ્લાન માત્ર તામિલનાડુ અને ચેન્નાઇ સર્કલમાં જ મળશે. 1 એપ્રિલ 2018થી આ એક્ટિવ થશે.

18 રૂપિયાના આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ મળશે. આ પ્લાનમાં રોમિંગ પર પણ તમે અનલિમિટેડ વોઇસ કોલિંગ કરી શકો છો. બીએસએનલએ હજી સુધી વોઇસ કોલ કેટલો મળશે તે અંગે જણાવ્યું નથી.

આ પ્લાન હેઠળ 28 દિવસ સુધી 1 જીબી ડેટા મળશે. ત્યારબાદ વપરાયેલ ડેટા માટે અલગથી ચાર્જ વસૂલવામાં આવશે. આ નવા વાઉચર સાથે યૂઝનને અંગત રિંગ બેક ટોન પણ મળશે. તેના એક્ટિવેટ થયા બાદ બીએસએનલની સિગ્નેચર ટયૂન તરત એક્ટિવેટ થઇ જશે. તેના માટે કોઇ ચાર્જ આપવાનો રહેશે નહીં. ગ્રાહકો તેની ઇચ્છા અનુસાર તેને બદલી પણ શકશે. જો કે તેના માટે તેને વધારાનો ચાર્જ આપવો પડશે.

બીએસએનએલનો આ ટેરિફ રિલાયન્સ જિયોના 98 રૂપિયાના પ્રીપેડ ટેરિફ પ્લાનને ટક્કર આપશે. જિયો તેના આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ આપે છે. તે સિવાય 2 જીબી ડેટા અને 300 મેસેજ પણ આપે છે.

You might also like