દુશ્મનોનાં દાંત ખાટા કરનાર INS વિક્રાંતનાં સ્ટીલમાંથી બની છે આ બાઇક

નવી દિલ્હી : બજાજ દ્વારા પોતાની નવી પ્રીમિયમ બાઇક V લોન્ક કરવામાં આવી છે. જો કે આ બાઇકની વિશેષતા એ છે કે તેમાં INS વિક્રાંતનાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બજાજે પોતાની બાઇક Vને બે વેરીઅન્ટ V150 અને V125માં રજુ કરી છે. જેમાં અનુક્રમે પહેલી બાઇક 150 સીસીની જ્યારે બીજી બાઇક 125 સીસીની રહેશે. જેનું વેચાણ માર્ચ 2016થી ચાલુ થાય તેવી શક્યતાઓ છે. બજાજ ઓટોનાં એમડી રાજીવ બજાજે કહ્યું કે અત્યારે બજારમાં વેચાઇ રહેલા કોમ્યુટર બાઇક્સની કિંમત 60થી 70 હજારની વચ્ચે હોય છે. જેથી અમે પણ અમારી બાઇકની કિંમત બજારભાવ અનુસાર જ રાખીશું. જો કે તેઓએ કિંમત અંગેના સવાલનો સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું.
અત્રે નોંધનીય છે કે બજાજ દ્વારા બાઇકનું નામ બજાજ V રાખવા પાછળ ખાસ કારણ છે. કંપની દ્વારા કરાયેલા દાવા અનુસાર બાઇકને રેટ્રો સ્ટાઇલમાં રાખવામાં આવી છે. જેમાં સિંગલ પીસ સીટ ઉપરાંત રિયર કાઉચ એટેચ જશે. V150માં એક વધારે બેઝ લગાવાયેલો હશે. જેનાં પર Made with the invincible metal of INS VIKRANT એવું લખાણ કરવામાં આવશે. આ બાઇક આઇએનએસ વિક્રાંતની ગૌરવશાળી ઇતિહાસની ઝાંખી કરાવશે. ઉપરાંત વિક્રાંતનું નામ Vથી ચાલુ થતું હોવાનાં કારણે બંન્ને મોડેલનાં નામ V રાખવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે બજાજ V બે વેરિઅન્ટ મોડલમાં જોવા મળશે. જેમાં V150માં 150 સીસીનું એન્જિન રહેશે જ્યારે V 125માં 125 સીસીનું અન્જિન રહેશે. 150સીસીની બાઇક સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન સાથે આવશે. જે 14 BHPની તાકાત અને 12.75 Nmનાં ટોર્ક પાવર સાથે લોન્ચ થશે. ઉપરાંત તેમાં 5 સ્પીડ ગિયર બોક્સ પણ લગાવાયેલું હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આઇએનએસ વિક્રાંત જહાજે ભારતીય નેવીમાં 40 વર્ષ સુધી ફરજ બજાવી હતી. ત્યાર બાદ 1997માં તેને ફરજમુક્ત કરી દેવામાં આવ્યું હતું. આઇએનએસ વિક્રાંતને મુંબઇમાં 2012 સુધી મ્યુઝીયમ શિપ તરીકે રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરી 2014માં તેને સ્ક્રેપ કરી દેવાયું હતું. જો કે તેને સ્ક્રેપ કરવાનાં મુદ્દે પણ મોદો વિવાદ ચાલ્યો હતો. આઇએનએસ વિક્રાંતે પાકિસ્તાન સામેનાં 1971નાં યુદ્ધમાં ચાવીરૂપ ભુમિકા નિભાવી હતી.

બજાન Vનાં ખાસ ફિચર્સ
– રેટ્રો રેસર બાઇક જેવી ડિઝાઇન
– ડ્યુઅલ રિયર શોક અબ્ઝર્વર્સ
-બાઇકમાં મલ્ટી સ્પોક એલોય વ્હીલ,
– ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક ઉપલબ્ધ
-ક્લાસિક એલઇડી લાઇટ
– ડસ્ટ કવર
– કલર ચેન્જ એલઇડીની સાથે પ્રીમિયર ઇન્સ્ટ્રુમેન્ટલ પેનલ.

You might also like