જીવે છે બગદાદી ? IS એ રજૂ કરી ઓડિયો ટેપ

ઇસ્લામિક સ્ટેટે એક ઓડિયો ટેપ રજૂ કરી ફરી એકવાર લીડર અબુ બકર અલ બગદાદીની મોત પર સવાલ ઉભો કર્યો છે. આઇએસ દાવો કર્યો છે કે આ અવાજ અબુ બકર અલ-બગદાદીનો છે. આ ઓડિયો ફરી બગદાદી પોતાના કાફીરોને યુધ્ધ કરવા જણાવી રહ્યો છે. જો કે અમેરિકાની ગુપ્તચર સંસ્થા આ ઓડિયો ક્લિપની તપાસ કરી રહી છે. જો કે હજી આ ઓડિયો ક્લિપને લઇને અમેરિકા તરફથી કોઇ અહેવાલ મળ્યાં નથી. જો કે હજી આ ઓડિયો ક્લિપમાં બગદાદીના અવાજને સમર્થન આપેલ નથી. છેલ્લા 10 મહિનામાં રજૂ કરેલ બગદાદીનો આ પ્રથમ ઓડિયો ક્લિપ છે. બગદાદીએ દાવો કર્યો છે કે રશિયા સામે અમેરિકા નબળું પડીરહ્યું છે અને લડવાની હિમ્મત છોડી દીધી છે.

You might also like