જાણો નવી ઓડી A4ના લોન્ચિંગ, એન્જીન અને કિંમત વિશે

હાલમાં ઓડી એ 4 ભારતમાં ઘણા સમયથી ઉપલબ્ધ છે. આ કાર ભારતીય બજાર ઉપરાંત કંપની માટે પણ ઘણી મહત્વની છે. હવે ઉપલબ્ધ ઓડી એ 4ની જગ્યા લેવા માટે હવે નવી જનરેશનની ઓડી એ 4 આવનારી છે. નવી ઓડી એ 4ની હરિફાઇ મર્સિડીઝ બેન્ઝની સી ક્લાસ સાથે થશે. અહીંયા અમે લાવ્યા છીએ નવી એ 4ના એન્જીન, કિંમત અને તેના લોન્ચિંગથી જાડયેલી કેટલીક મહત્વની જાણકારીઓ.

નવી એ 4 ની લોન્ચિંગ
ઓડી નવી જનરેશનની એ 4ને ભારતમાં લોન્ચ કરવા માટે લગભગ તૈયાર છે. આવનારા જૂન અથવા જુલાઇમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આનો ફાયદો એ થશે કે તહેવારની સિઝન સુધી આ કાર સંભાવિત ગ્રાહકોની વચ્ચે સારી છાપ ઊભી કરી દીધી હશે.

એ 4ની સંભાવિત કિંમત
ઓડીને તેની બધી કારોને પ્રતિસ્પર્ધી કિંમત ઉપર ઉતારવા માટે માસ્ટર છે. આ ભારતીય બજારમાં સફળતાનું મોટું એક કારણ પણ છે. નવી એ 4ની બાબતે પણ આ વ્યૂહરચના પર ચાલશે. માનવામાં આવી રહ્યું છે કે નવી એ 4 હાલના વર્ઝન કરતાં સસ્તી છે. આની કિંમત 30 લાખ રૂપિયાથી શરૂ થઇને 45 લાખ સુધી પહોંચવાનું અનુમાન છે.

એન્જીન અને પાવર સ્પેસિફિકેશન
નવી ઓડી એ 4માં 2.0 લીટરનું પેટ્રોલ અને ડીઝલ એન્જીન હશે. આ બંને એન્જીનની તાકાત 190 પીએસ હશે. આ બંને એન્જીન નવા 7 સ્પીડ ડ્યૂલ ક્લચ ડીએસજી ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલા હશે. ડીઝલ એન્જીનમાં મેન્યુઅલ ગિયરબોક્સનું વિકલ્પ પણ હશે. આ સેગમેન્ટમાં પહેલી કાર હશે જે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે. આ ઉપરાંત ઓડી આમાં 3.0 લીટરનું વી 6 ડીઝલ એન્જીન પણ આપી શકે છે. આ એન્જીન 272 પીએસની તાકાત આપશે. આમાં ઓડીનું ક્વાટ્રા ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ લગાવેલું હશે.

જો કે ભારતમાં લોન્ચ થનારી નવી ઓડી એ 4નું પાવસ સ્પેસિફિકેશનમાં થોડાક ફેરફાર થઇ શકે છે. પરંતુ માનવમાં આવી રહ્યું છે કે નવી એ 4 દરેક વેરિએન્ટમાં ઘણા સારાં ફીચર્સ સ્ટાન્ડર્ડ મળશે. જે હરિફાઇમાં આના કરતાં વેલ્યૂ ફેર મની પ્રોડક્ટ બનાવશે.

You might also like