નવા કલાકારની બીજી ફિલ્મ વધુ મહત્ત્વનીઃ આથિયા શેટ્ટી

આથિયા શેટ્ટી બોલિવૂડમાં આવી તે પહેલાં જ જબરદસ્ત ચર્ચાઓમાં હતી, કેમ કે ફિલ્મોમાં તેની એન્ટ્રી સૂરજ પંચોલી સાથે સલમાન ખાનના બેનર હેઠળ થઇ રહી હતી. તેની ફિલ્મ ‘હીરો’ની હાલત બોક્સ ઓફિસ પર સારી ન રહી, છતાં પણ તે સફર આગળ વધી. હવે તે બીજી ફિલ્મ કરવા જઇ રહી છે. આથિયા કહે છે કે હું માનું છું કે દરેક વ્યક્તિની બીજી ફિલ્મ ખૂબ જ મહત્ત્વની હોય છે, કેમ કે તે તમને આગળ વધવાનો આધાર આપે છે, તેનાથી એ પણ નક્કી થાય છે કે તમે અહીં ટકવા માટે આવ્યાં છો કે બસ એક જ ફિલ્મમાં કરિશ્મા બતાવીને જતાં રહેવાનાં છો. બીજી ફિલ્મ સાઇન કરવા અંગે યોગ્ય નિર્ણય લેવો અને ધીરજ રાખવી જરૂરી છે.

જોકે ધીરજ રાખતી વખતે કલાકારોને પ્રેશર પણ અનુભવાતું હોય છે. તે કહે છે કે મારું માનવું છે કે પહેલી ફિલ્મ તમને પસંદ કરે છે અને બીજી ફિલ્મને તમે પસંદ કરો છો. તેથી તમારી પસંદ ખૂબ જ મહત્ત્વની છે. નવી પેઢીના કલાકારો પર નજર કરીએ તો તેમની પહેલી અને બીજી ફિલ્મ હંમેશાં એક અંતરે આવી છે. આથિયા કહે છે કે હા, એ વાત સાચી છે, પરંતુ તેની પાછળ કારણ પણ છે. આ સમયમાં તમે તમારાં નબળાં અને મજબૂત પાસાંઓને સમજી શકો છો. તમારા માટે માત્ર એક એક્ટર તરીકે કામ કરવું આવશ્યક હોય છે. આ સમયગાળામાં તમે એક એક્ટર તરીકે જરૂરી બાબતોને શીખી શકો છો. આમ તો આ પ્રક્રિયા ક્યારેય ન રોકાય તેવી હોય છે.

http://sambhaavnews.com/

You might also like