નયા હૈ રાસ્તા, નયી હૈ મંજિલે…

માયાનગરી બોલિવૂડ એવી ઇન્ડસ્ટ્રીઝ છે, જ્યાં સ્થાપિત ચહેરાઅોનો દબદબો ઘણા દાયકાઅો સુધી રહે છે, પરંતુ અહીં સતત નવા નવા ચહેરાઅો પણ અાવ્યા કરે છે. કેટલાક નવા ચહેરાઅોને સ્થાપિત કલાકારોવાળો રૂતબો મળી જાય છે તો કેટલાક ગુમનામીના અંધારામાં ખોવાઈ જાય છે. અાવનારા સમયમાં બોલિવૂડમાં ઘણા નવા ચહેરા પદાર્પણ કરવાના છે, તેમાંથી કેટલાક સ્ટાર પુત્ર છે તો કેટલાક સીમાપારના ચહેરાઅો અને કેટલાક સાવ નવા અાગંતુકો છે.

મુસ્તફાઃ અબ્બાસ બર્માવાળાનો (અબ્બાસ મસ્તાનની જોડીવાળો અબ્બાસ) પુત્ર મુસ્તફા રોમેન્ટિક થ્રિલર ફિલ્મ મશીનના માધ્યમથી બોલિવૂડમાં પદાર્પણ કરશે. અા ફિલ્મમાં તેની સામે કિયારા અડવાણીને લેવામાં અાવી છે. અા ફિલ્મનું શૂટિંગ જ્યોર્જિયામાં થયું છે.

કાનન ગિલઃ સ્ટેન્ડ અપ કોમેડિયન કાનન ગિલ સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ ‘નૂર’થી ડેબ્યૂ કરશે. પોતાના મૂવી રિવ્યૂ માટે પ્રસિદ્ધ કાનનને ક્રિટિક્સ કેવી રીતે જોશે તે જોવું ખરેખર રોચક રહેશે.

નિધિ અગ્રવાલઃ બેંગલુરુની અા ૨૩ વર્ષીય મોડલ મ્યુઝિક એક્શન ડ્રામા મુન્ના માઈકલમાં ટાઈગર શ્રોફની પ્રેમિકાના પાત્રમાં જોવા મળશે. બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુઅેટ નિધિઅે ફિલ્મમાં અાવવા માટે પોતાનો ફેશનનો કોર્સ છોડી દીધો. નિધિ કહે છે કે હું પહેલાંથી જ અભિનેત્રી બનવાનાં સપનાં જોતી હતી, જ્યારે પણ હું કોઈ હોર્ડિંગ્સમાં અૈશ્વર્યા રાયનો ફોટો જોતી ત્યારે મને એમ થતું કે એક દિવસ અહીં મારો ફોટો હશે. બેલે કથક તથા બેલે ડાન્સિંગમાં સાત વર્ષથી ટ્રેઇન લઈ રહેલી નિધિઅે ઘણી બધી યુવતીઅોને પછાડીને અા રોલ મેળવ્યો છે.

પદ્મપ્રિયાઃ પદ્મપ્રિયા હોલિવૂડ કોમેડી ડ્રામા શૈફની હિન્દી રિમેકમાં સૈફ અલી ખાનની બહિષ્કૃત પત્ની તથા
ભરતનાટ્યમ્ નર્તકીનું પાત્ર ભજવી રહી છે. છેલ્લાં ૧૨ વર્ષમાં ૩૦ વર્ષથી વધુ તામિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મ કરી ચૂકી છે.

જુ જુઃ બીજિંગની ૩૨ વર્ષીય અભિનેત્રીઅે સલમાન સાથે ફિલ્મ ટ્યૂબલાઈટ કરવા માટે સીમા પાર કરી અને હિંદી ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું. ઇલેક્ટ્રોનિક્સમાં ડિગ્રી મેળવી ચૂકેલી અા અભિનેત્રી રસેલ ક્રો અભિનીત માર્શલ અાર્ટ ફિલ્મ ‘ધ મેન વિથ ધ અાઈરન ફિસ્ટ્સ’માં કામ કરી ચૂકી છે. સલમાન સાથે તેની ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. થોડા દિવસ પહેલાં સેટ પર સલમાને તેને ગિફ્ટ અાપી અે વાત પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. સલમાને તેને એક ગણેશજીની સુંદર પ્રતિમા ભેટ કરી, જે તેને ખૂબ જ પસંદ પડી. તેને અા ફોટો પોતાના પ્રશંસકો સાથે શેર કર્યો હતો.

http://sambhaavnews.com/

You might also like