નવી નોટની સાઇઝ નાની હોવાથી ATMમાં નથી થઇ રહી ફીટ

અમદાવાદ : સરકારે અચાનક 500 અને 1000ના દરની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કર્યા બાદ પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. જો કે આ નોટ સાઇઝમાં ઘણી નાની છે. જેના કારણે તે એટીએમમાં લોડ નથી થઇ રહી. જેના કારણે હાલ એટીએમમાં માત્ર 100ની નોટ જ ચાલી રહી છે. જેના કારણે હાલ એટીએમમાં પણ મોટી સમસ્યા થઇ રહી છે.

કેન્દ્રીય નાણા પ્રધાનનાં નિવેદન અનુસાર આ નોટ બંધ કરવાનો નિર્ણય ખુબ જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો. જેના કારણે એટીએમમાં બે હજારની નોટ ફીટ થાય તે પ્રકારનું મિકેનીઝમ વિકસાવવામાં આવ્યું નહોતું. જેના કારણે હાલ 100ની નોટથી જ એટીએમ ચાલી રહ્યા છે. જેના કારણે લોકોની સમસ્યા નડી રહી છે.

અત્રે ઉલ્લે્ખનીય છે કે એટીએમ મશીનમાં દરેક નોટની સાઇઝ પ્રમાણેનાં બોક્ષ હોય છે. તે બોક્ષમાં સંપુર્ણ ફીટ થાય તેવી નોટ જ આ મશીન વજન અને સાઇઝ પ્રમાણે વિડ્રો કરતું હોય છે. તમારી રિકવેસ્ટ અનુસાર મશીન જે તે ખાનામાંથી નોટ વિડ્રો કરતું હોય છે. જો કે 2000ની નોટ પ્રમાણમાં નાની હોવાથી હાલ નવી નોટ એટીએમમાં લોડ નથી થઇ રહી.

You might also like