લોકો શું વિચારશે એવું ના વિચારોઃ અદિ‌તિ રાવ

બોલિવૂડમાં પોતાની એક જગ્યા બનાવનાર અદિ‌િત રાવ હૈદરીએ બોલિવૂડમાં મુકામ પામવા માટે એક ખાસ ફંડા અપનાવ્યો. બોલિવૂડમાં પગ મૂક્યાે ત્યારે કરિયરની શરૂઅાતના સમયમાં તે ખૂબ કન્ફ્યૂઝ રહેતી હતી. તે કહે છે કે મારા મન પર મને એક બોજ લાગતો હતો, પરંતુ પછી મેં નક્કી કર્યું કે લોકો ભલે ગમે તે વાત કહે, મારે એ રીતે જ રહેવું છે અને એ જ કરવું છે, જે મને સારું લાગે છે. હવે તેનું પરિણામ સૌની સામે છે.

હું અાજની યુવાન છોકરીઓને અપીલ કરું છું કે તેઓ પોતાના મનનું માને, મનમાં હોય તે જ કરે અને ક્યારેય એવો વિચાર પણ ન કરે કે લોકો શું વિચારશે.
અાખા વર્ષ દરમિયાન અદિ‌િતએ પાંચ ફિલ્મ કરી. તે કહે છે કે અા કોઈ કમાલ નથી. મને કામ મળતું ગયું અને હું ફિલ્મો કરતી ગઈ. અાટલા કમાલના લોકો સાથે કામ કરવું એ ખરેખર એક અદ્ભુત અનુભવ હતો. જ્યારે પણ મને બીજી ફિલ્મ મળતી ત્યારે મારી પ્રતિક્રિયા એવી હતી કે હે પ્રભુ, શું અા સાચું છે. અા અનુભવ વ્યસ્તતાપૂર્ણ પડકારરૂપ અને કમાલનો હતો. મારું માનવું છે કે જ્યારે એક વ્યક્તિ દુઃખી હોય ત્યારે તેના માટે પડકાર મોટા હોતા નથી. તમારામાં હંમેશાં વધુ ને વધુ કામ કરવાની અને મેળવવાની તમન્ના હોવી જોઈએ. ગ્લેમર વર્લ્ડમાં ટકી રહેવા માટે એક્સપોઝ કરવું જરૂરી છે. બધાં કરે છે અને હું પણ તેમાં અપવાદ નથી.

You might also like