આ 5 ખાવાની ચીજવસ્તુઓને ફ્રીજમાં ના રાખવી જોઇએ

નવી દિલ્હી: આપણે બધા ફળો અને શાકભઆજીને ફ્રીજમાં રાખીએ છીએ. પરંતુ વાસ્તવમાં આમ કરીને આપણે ઘણી મોટી ભુલ કરી રહ્યા છે. કેમકે બધી ખાવાની વસ્તુને ફ્રીજમાં રાખવાની જરૂર હોતી નથી. હકિકતમાં જે ખાવાની વસ્તુઓ જલ્દીથી ખરાબ થઇ જાય તે ખાવાની ચીજવસ્તુ માટે ફ્રીજ જરૂરી છે.

જાણો પાંચ એવી વસ્તુઓ જેને ફ્રીજમાં કેમ રાખવી ના જોઇએ

કેળા
જો તમે એક વાર કેળાને ફ્રીજમાં મૂકી દીધા તો ફરીથી કેળા પાકી શકશે નહીં. તે પછી કેળાને ફ્રીજમાંથી બહાર નિકાળીને રૂમનાં તાપમાનમાં મૂકશો તો પણ તે પાકશે નહીં.

ટામેટા
આપણામાંથી ઘણા બધા લોકો ટામેટા ફ્રીજમાં રાખે છે. ટામેટા રાખવા માટે ફ્રીજ યોગ્ય જગ્યા નથી. જ્યારે તેને ફ્રીજમાં રાખવામાં આવે છે ત્યારે તેની અંદર જે સ્વાદ હોવો જોઇએ તે રહેતો નથી.

સફરજન
ટામેટાંની જેમ સફરજન પણ ફ્રીજમાં રાખવાથી તેના સ્વાદ અને ચમકને ગુમાવી દે છે. જો તમે ઠંડુ સફરજન ખાવા માંગો છો તો તેને ખાતા પહેલાં 30 મિનીટ ફ્રીજમાં રાખો.

ડુંગળી
ફ્રીજમાં ડુંગળી રાખવાથી એર સરક્યુલેશનને કારણે ખરાબ થઇ જાય છે. આ ઉપરાં ડુંગળીને બટાકા સાથે પણ રાખવી ન જોઇએ. જે ચમક અને ગેસને નિકાળી દેશે તેનાથી ડુંગળી જલદી ખરાબ થઇ જશે. એટલા માટે ડુંગળીને સ્વચ્છ, શુષ્ક અને વેન્ટિલેટેડ જગ્યા પર રાખો.

નાશપતિની પ્રજાતિ(એવોકેડો)
કેળાની જેમ એવોકેડોને પણ ફ્રીજમાં રાખવાથી પાકવાની પ્રોસેસમાં ગરબડ થઇ જાય છે.

You might also like