ભૂલથી પણ સર્ચ ના કરશો google પર આ 4 વસ્તુઓ

આજકાલ લોકો નોલેજ માટે ગૂગલ પર ડિપેન્ડ રહે છે. કોઇ પણ નાની વાત હોય તો ઝડપથી ગૂગલ પર સર્ચ કરીને એ વાતને જાણી લે છે. ત્યારે અમુક વખતે જો આપણાંથી ખોટો સ્પેલિંગ લખાઇ જાય અને સર્ચ કરતાં જે રિઝલ્ટ આવે એ એકદમ અલગ જ હોય છે. ઘણા વખત એમાં ફોટો પણ એવા જોવા મળે છે કે આપણને જોઇને અજીબ અને વિચિત્ર લાગે છે. આ ફોટો એટલી હદ સુધી મગજમાં પિક્ચર બનાવી દે છે કે આખી રાતોની રાતો આપણે સૂઇ શકતાં નથી.

Lamprey Disease
Lamprey એક માછલીનું નામ છે જો તમે માછલીને સર્ચ કરતાં હોવ તો ભૂલથી પણ Lamprey Disease લખી દેતા નહીં. આ રોગના ફોટા એવા હોય છે કે તમે એને જોઇને આખી રાત સૂઇ શકશો નહીં.

Jiggers
ભાર માપવા ઉપયોગમાં લેવાતા એક યંત્રનું નામ છે જીગર. જો કે આ નામનો એક કીડો પણ છે જેનાથી અફેક્ટેડ વ્યક્તિની એવી હાલાત થાય છે કેટલીક વખત તો માણસનો જીવ પણ જતો રહે છે.

Trypophobia
આ ફોટો થોડાં સમય પહેલા ખૂબ વાયરલ થયા હતા. આમાં કોઇપણ વસ્તુમાં નાના-નાના છીદ્ર થાય છે. જેનાથી માણસને વિચિત્ર ફીલિંગ આવવા લાગે છે. આખા શરીરમાં ખણ પણ ઉપડે છે. મગજમાંથી ફોટો ન જતો હોવાને કારણે આખી રાત સૂઇ પણ શકાતું નથી.

Brown Recluse Spider Bite
આ કરોળિયુ કરડે એ પછીનો ફોટો ભાગ્યે જ કોઈ જોઈ શકે છે. આ માણસને એટલી ખરાબ રીતે કરડે છે કે એના શરીરમાં છીદ્ર પડી જાય છે.

You might also like