જો તમે શનિદેવના પ્રકોપથી મુક્તિ ઇચ્છો છો, તો શનિવારે ન લાવશો આ વસ્તુઓ

સામાન્ય રીતે ઘરમાં વસ્તુઓ લાવવાનો કે ખરીદવાનો સમય અને દિવસ તેની જરૂરિયાત પર આધારિત હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ બાબતને લઇને કેટલીક સ્પષ્ટતાઓ છે. એટલેકે શનિવારના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ જો ઘરમાં લાવવામાં આવે તો તે તમારા ભાગ્યવિકાસ માટે બાધક બની રહેશે.

ભારતીય સમાજમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે કે શનિવારે લોઢાનો કોઇ જ સામાન ન ખરીદવો જોઇએ. એવું માનવામાં આવે છે કે શનિવારે લોઢાનો સામાન ખરીદવાથી શનિદેવનો પ્રકોપ થાય છે. આ દિવસે લોઢાની વસ્તુઓનું દાન કરવું લાભકારી છે. આ દિવસે તેલ પણ ન ખરીદવું જોઇએ. જોકે તેલનું દાન કરી શકાય છે. કાળા કૂતરાને સરસોના તેલમાંથી બનાવેલી વસ્તુ ખવડાવવાથી શનિની દશા ટળે છે.

મીઠું આપણા ભોજનનો સૌથી મહત્વનો હિસ્સો છે. જો મીઠું ખરીદવું હોય તો શનિવાર સિવાય અન્ય કોઇ દિવસે ખરીદવું. શનિવારે મીઠું ખરીદવાથી દેવું વધે છે. કાતર પણ શનિવારે ન ખરીદવી જોઇએ. આ દિવસે ખરીદેલી કાતરથી તણાવ સર્જાય છે. કાળા તલ સ્વાસ્થ્ય માટે સારા છે. પૂજામાં પણ તેનો ઉપયોગ થાય છે. પરંતુ શનિદેવને કાળા તલ પસંદ નથી. તેથી આ દિવસે કાળા તલ ન ખરીદવા. શનિવારે ચંપલની ખરીદી ન કરવી ખાસ કરીને કાળા ચંપલની ખરીદી કરવાથી કાર્યમાં નિષ્ફળતા આવે છે.

શનિવારે ઇંધણની ખરીદી પણ ન કરવી જોઇએ. શનિવારે સાવરણી કે ઝાડૂ ન લેવું. જો શનિવારે તેની ખરીદી કરવામાં આવશે તો ઘરમાં દરિદ્રતા આવશે. આ સાથે જ ઘરધંટી પણ શનિવારે ન લાવવી જોઇએ. વિદ્યા મનુષ્યને યશ અને પ્રસિદ્ધિ આપે છે. જેને અભિવ્ય કરવા માટે પેન ઉમદા માધ્યમ છે. પરંતુ શનિવારે શાહી ન ખરીદવી તે મનુષ્યને અપયશનો ભાગીદાર બનાવે છે.

You might also like