ન્યૂરોટ્રાન્સમીટર કેમિકલથી મગજ અને વિચારો પર કન્ટ્રોલ કરી શકાશે

નવી દિલ્હી: વિજ્ઞાનીઓએ હવે એવા કેમિકલની શોધ કરી છે કે જે કોઈપણ વ્યકિતના મગજ પર કંટ્રોલ લાવી શકશે. તેમજ આ કેમિકલની મદદથી મગજમાં આવતા ખોટા વિચારો અને બૂરી યાદોને દૂર થઈ જશે. આ કેમિકલ મગજની યાદશકિત પર પણ અસર કરશે.

સંશોધનકારોના જણાવ્યા અનુસાર મગજમાં વિચારો આવવા અને નહિ આવવા તે હવે ન્યૂરોટ્રાન્સમીટર પર આધાર રાખશે.આ ન્યૂરોટ્રાન્સમીટર એક પ્રકારનું એવું કેમિકલ છે કે જે મગજના નર્વ સેલ સુધી મેસેજ પહોંચાડી શકે છે. ગાબા મગજમાં રહેલું એક એવું કેમિકલ છે કે જે ન્યૂરોનલ ગતિવિધિને કંટ્રોલમાં રાખી શકે છે. તે બાકીના નર્વ સેલની કામગીરી પર અસર કરે છે. કેમ્બ્રિજ યુનિ.ના પ્રોફેસર એન્ડરસનના જણાવ્યા અનુસાર ગાબા મગજમાં મેમરી સ્ટોર કરનારા ક્ષેત્ર પર અસર કરી જૂની યાદો અથવા ખોટા વિચારોને રોકવામાં મદદ કરી શકે છે. હિપોકેમ્પસ એવું ક્ષેત્ર છે કે જે વ્યકિતની લાગણી, ટૂંકી કે લાંબી યાદને સ્ટોર કરવામા મદદ કરે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે આ અંગે એક અભ્યાસમાં ગાબાનો ઉપયોગ સ્ટ્રેસ, ડિપ્રેશન અને કોઈ ઘટનાથી આઘાતમાં કરવામાં આવ્યો હતો તો તેમાં જાણવા મળ્યું હતું કે આવા અભ્યાસથી જે તે વ્યકિત તેને આવતી ખરાબ યાદ આસાનીથી ભૂલી જાય છે.બીજા અર્થમાં કહીએ તો આવાં કેમિકલથી લોકોના મગજ પર કાબૂ લાવી શકાય છે. એન્ડરસનના જણાવ્યા અનુસાર તેને સપ્લિમેન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. જે લોકોને ડિપ્રેશનથી પણ બચાવી શકશે.

You might also like