સાઈકલની સંખ્યા લોકોથી વધારેઃ ચલાવવા માટે ટેક્સમાં છૂટ આપે છે નેધરલેન્ડ સરકાર

એમ્સ્ટર્ડમ: ઇંધણથી ચાલતાં વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે નેધરલેન્ડ સાઇકલિંગ પ્રમોટ કરી રહ્યું છે. દેશની કુલ વસ્તી હાલમાં ૧.૭ કરોડ છે જ્યારે સાઇકલની સંખ્યા લગભગ ર.૩ કરોડ છે. આવા સંજોગોમાં સરકાર પોતાના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બહેતર બનાવવામાં વ્યસ્ત છે. આ માટે ૩૯ કરોડ ડોલર (રૂ.ર૭૦૦ કરોડ) ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેથી આગામી ત્રણ વર્ષમાં બે લાખ લોકોના સાઇકલ ઉપયોગ કરવા પર જોર આપી શકાય.

અા ઉપરાંત સાઇકલથી ઓફિસ જતા લોકોને ટેક્સમાં પ્રતિ કિલોમીટર પ્રમાણે ર.રર ડોલરની છૂટ પણ આપી રહી છે. નેધરલેન્ડ પહેલાં જ સાઇકલને પ્રોત્સાહન આપવામાં ઘણા યુરોપીય દેશો કરતાં આગળ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપોર્ટ પોલિસી એનાલિ‌િસસના રિપોર્ટ મુજબ ર૦૧૬માં લગભગ ૩૭ ટકા લોકો રજાના દિવસોમાં સાઇકલનો ઉપયોગ કરતા હતા. જ્યારે કામ પર જવા માટે માત્ર રપ ટકા લોકો જ સાઇકલનો ઉપયોગ કરી રહ્યા હતા.

આવા સંજોગોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે નેધરલેન્ડ સરકાર હવે વધુમાં વધુ લોકોને પૈસા આપીને કારથી સાઇકલ પર લાવવા ઇચ્છે છે. નેધરલેન્ડની ૧૧ મોટી નોકરી આપનારી કંપનીઓ સાઇકલિંગની આદતને પ્રોત્સાહન આપવા માટે સાઇકલ માટે ફાઇનાન્સ પણ કરે છે. સરકારે મોટા ભાગની કંપનીઓને સાઇકલ ચલાવીને ઓફિસ આવનાર લોકોને સારી સુવિધા આપવાની અપીલ કરી છે, તેમાં બહેતર પાર્કિંગ અને ઓફિસમાં જ શાવરથી નહાવાની સુવિધા પણ સામેલ છે.

નેધરલેન્ડ આજે સાઇકલિંગ કલ્ચર માટે જાણીતું છે, પરંતુ પહેલાંથી ત્યાં એવું નહોતું. યુનિવર્સિટી ઓફ એમ્સ્ટર્ડમમાં અર્બન સાઇકલિંગ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક મેરેડીથ ગ્લાસર કહે છે કે ૧૯૬૦-૭૦ના દાયકામાં ૧૦ શહેરમાં કાર અને સાઇકલ રાખવા માટે ઇમારતમાં વધુ જગ્યા નહોતી. ગ્લાસરના જણાવ્યા મુજબ ૧૯૮૦ અને ૯૦ના દાયકામાં સાઇકલિંગ અને પગપાળા ચાલવાને લઇ સરકાર તરફથી પોલિસી લવાઇ. ઘણી ઇવેન્ટ્સે પણ સાઇકલિંગને પ્રમોટ કરવાનું કામ કર્યું. ૧૯૬૦ના દાયકામાં સામાજિક આંદોલન, ૭૦ના દાયકામાં તેલની કમી અને પાડોશી દેશોમાં સાઇકલિંગ માટે ફ્રી વેના નિર્માણને નેધરલેન્ડમાં સાઇકલિંગને પ્રમોટ કરી.

You might also like