જ્યારે એક ધર્મગુરૂના કહેવા પર 913 લોકોએ એકસાથે આત્મહત્યા કરી લીધી..

કહેવામાં આવે છે કે જો આ ઘટના ના થઈ હોત, તો કદાચ ઓશો હજૂ મોટા હોત. હજૂ વધારે જીવેત. અમેરિકામાં તેમનો તેવો અપમાન પણ ન થયો હોત. અને કદાચ તેમને અમેરિકાથી પરત ભારત ન આવું પડેત.

જિમ જોન્સ. આ નામ હતુ તેનું. 47 વર્ષીય લાંબો અને પહોળો આદમી. તેવું જ પહોળુ તેનું માથું. થોડીક ફેલાયેલી નાક. વાળમાં ડાભી તરફથી નિકળેલી માંગ. વધારે પડતું થ્રી-પીસમાં જોવામાં આવતો હતો. શાન-શણગાર. આંખો પર તડકાથી બચવા માટે ચશ્મા પહેરવાના. પરંતુ તે દિવસે સાંજ પડી ગઈ હતી. તેમની નગ્ન આંખો સાફ રીતે દેખાઈ રહી હતી. સામેની બાજુ લગભગ 918 લોકો બેઠેલા હતા. તે જ્યા બેઠા હતા, તે ઈમારતની બહાર બીજી ઘણી ઈમારતો હતી. તેની પાર ચારે બાજુ જંગલ જ હતું. અમેઝોન રેન્ફોરેસ્ટના હરા-ભરા જંગલો. દક્ષિણ અમેરિકાનો આ ભાગ ગુયાના નામના દેશમાં હતો. જંગલ વચ્ચે બનેલી આ ઈમારતો એક અદભૂત વસ્તુ હતી. આ શહેરને ‘પીપલ્સ ટેંપલ’ના લોકો દ્વારા બનાવામાં આવ્યુ હતું. આ ‘પીપલ્સ ટેંપલ’ એક જાતનું ધર્મ છે. ખરેખરમાં તો એક સંપ્રદાય છે. દુનિયાના વધારે પડતા ધર્મ શરૂઆતમાં સંપ્રદાય જ હતા. આ સંપ્રદાયનો ભગવાન જિમ જોન્સ હતા.

18 નવંબર,1978: જોન્સટાઉન માસ સ્યૂસાઈડ
આ શહેરમાં તે લોકો જ રહેતા હતા, જે આ ધર્મમાં માનતુ હતું. બહારની દુનિયા સાથે તેમનુ કઈ લેવા-દેવા ન હતું. ભગવાનના નામ પર શહેરનું નામ જોન્સટાઉન રાખવામાં આવ્યુ હતું. જે દિવસની આ વાત છે, તે દિવસે ત્યાં કુલ 918 લોક મરયા હતા. તેમાંથી 909એ સામુહિક આત્મહત્યા કરી હતી. એક સાથે. સાયનાઈડ પીને. જોન્સના કહેવા પર. તેમાંથી લગભગ 304 બાળકો હતા. તેની સિવાય એક મા અને તેના ત્રણ બાળકો પણ હતા. તે લોકો જોન્સટાઉન ન હતા. જ્યોર્જટાઉનમાં હતા. જે માં હતી તે જોન્સની ભક્ત હતી. જોન્સે તેમને પણ આત્મહત્યા કરવાનો આદેશ આપ્યો હતો. મા એ પહેલા ત્રણેય બાળકોને માર્યા, પછી પોતાનો પણ જીવ લઈ લીધો. એટલે કુલ મૃત્યાંક 909+4=913. આ બધી જ આત્મહત્યા હતી. આની સિવાય 5 બીજી હત્યા થઈ હતી. અમેરિકી સાંસદ રેયાન અને તેની સાથે આવેલા 4 લોકોનું મર્ડર થયુ હતું. 909+4+5=918. આ બધી જ મોત એક જ દિવસમાં થઈ હતી. આ ઘટનાને ‘જોન્સટાઉન માસ સ્યૂસાઈડ’ તરીકે ઓળખાય છે. તે તારીખ હતી 18 નવંબર, 1978.

અત્યારે કેમ વાગોળાય છે જોન્સટાઉનનો આ બનાવ?
નેટફ્લિક્સ પર એક સીરીઝ શરૂ થઈ છે. બહુ જ ચર્ચામાં છે. નામ છે-વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી. ઓશો પર બનનારી વસ્તુઓમાં સૌથી સારી છે. ઓરીજનલ ફૂટેજ, ઓરીજનલ કહાની, ઓરીજનલ કેરેક્ટર. આમાં જોન્સટાઉનનું પણ ઉલ્લેખ કરવમાં આવ્યુ છે. કહેવા વાળા કહે છે કે જો જોન્સટાઉન ન બન્યું હોત, તો ઓશોની કહાની હજૂ લાંબી હોત, અને હજૂ મોટી હોત. તેમને અમેરિકાએ એરેસ્ટ પણ કર્યા હતા. તેમને ભારત પરત આવું પણ ના પડેત. અને કદાચ આટલી ઓછી વયે તેમનું નિધન પણ ન થયુ હોત. જોન્સટાઉનના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયેલો. તેમને લાગ્યું કે કદાચ રજનીશપુરમ (અમેરિકામાં ઓશો જે શહેર વસાવેલું) પણ બીજુ જોન્સટાઉન હશે.

કોણ હતું જિમ જોન્સ?
જેમ્સ વૅારેન જોન્સ. આ પુરૂ નામ હતુ તેનું. ‘પીપલ્સ ટેંપલ’ નામની સંપ્રદાયની શરૂઆત તેમને કરી હતી. સંપ્રદાય અને ધર્મમાં શું તફાવત હોય છે, તમને આગળ બતાવીશુ. તેના ભક્ત તેને ઈસા મસીહ સમાન માનતા હતા. જોન્સ પોતે ઇસાઈ હતા. વિચારધારા તેની સમાજવાદી હતી. 1950ના દશકમાં ક્યારેક તેને આ સંપ્રદાયનીતિ શરૂ કરી હતી. અમેરિકામાં એક રાજ્ય છે ઈન્ડિયાના. ત્યાં જ. પછી કેલીફોર્નિયા આવી ગયા. ત્યાં તેના અજીબો-ગરીબ તરીકાઓના મજાક ઉડવાના બનાવો સામે આવ્યા. તેમના પર કેટલાક આરોપો લગાવામાં આવ્યા. મામલો હદ બહાર જતા રહેતા, તે પોતે ગુયાના ભાગી આવ્યા. ત્યાં જ તે લોકોએ જંગલ સાફ કરીને એક શહેર બનાવ્યું. નામ રાખ્યું- પીપલ્સ ટેંપલ એગ્રીકલ્ચરલ પ્રોજેક્ટ. આ કાયદાકીય નામ હતું. અસલ નામ તો જોન્સટાઉન હતું.

કેવા પ્રકારનો આદમી હતો આ જોન્સ?
જોન્સ બહુ જ સારી વાતો કરતો હતો. રંગભેદની વિરૂદ્ધ હતો. અન્યાયની વિરૂદ્ધ. પૂંજીવાદના વિરૂદ્ધ. ગૈર-બરાબરીના વિરૂદ્ધ. તે સમયે અમેરિકામાં અશ્વેત આબાદીને સૌથી વધારે જે વસ્તુની અસર પડતી હતી, તે હતુ વંશીય ભેદભાવ. એટલા માટે જ જોન્સના ભક્તોમાં વધારે પડતા અશ્વેત લોકો હતા. જો કે શ્વેત અમેરિકી, યહૂદી પણ તેના ભક્તો હતા. તે સંસ્કારો વગેરેના પણ ઉદ્દેશ આપતા હતા. જેમ કે જેના જોડે લગ્ન થયા છે તેની જ સાથે સેક્સ કરવુ જોઈએ. પરંતુ તે પોતે બાયસેક્સુઅલ હતા. એટલે કે, ઓરતો અને મર્દો બન્ને સાથે સેક્સ કરતા હતા. પછી પોતાના બચાવમાં કહેતા હતા કે તે બીજાની ખુશી માટે તેવુ કરતા હતા. બાકી જેટલું ખબર છે, તે હિસાબે તેઓ ભયંકર રીતે શક્કી માણસ હતા. મોટાભાગે પોચતાના ભક્તોની પરિક્ષા લેતો હતો.

 

શું થતુ હતુ આ જોન્સટાઉનમાં ?
ગુયાનાએ એક ખાસ કારણોસર પીપલ્સ ટેંપલને ત્યા વસવાટ કરવા દીધો હતો. તે દિવસોમાં વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યુ હતુ. વેનેઝુએલાની સીમા ગુયાના સાથે જોડાયેલી છે. ગુયાનાને ભય હતો કે જો અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી દીધો, તો તેઓ પણ તેની પકડમાં આવી જાત. કેમ કે પીપલ્સ ટેંપલમાં વધારે પડતા અમેરિકી હતા, તો તેમને લાગ્યુ કે અમેરિકા પોતાના લોકોનો જીવ ખતરામાં નહી નાખે. આ જોન્સટાઉન 3800 એકર જમીનમાં ફેલાયેલો હતો. 1974થી બનવાનું શરૂ થયુ. 1977ની ગર્મીઓમાં પીપલ્સ ટેંપલમાં સેકડો ભક્તો પોતાનું ઘર-બાર છોડી જોન્સટાઉન પહોંચી ગયા હતા.

You might also like