ગુમનામી બાબાના સામાનમાંથી મળી નેતાજીની ફેમિલી ફોટો

ફેજાબાદના રહસ્યમયી ગુમનામી બાબા જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ છે તેવી અટકણોને સાબીત કરતો વધુ એક પુરવો સામે આવ્યો છે. અદાલત દ્વારા મળેલા આદેશ પછી છેલ્લાં બે સપ્તાહથી ગુમનામી બાબાના સામાનને એક પછી એક ખોલવામાં આવી રહ્યો છે. ગઇ કાલે તેમનો છેલ્લો સામાન ખોલવામાં આવ્યો. જેમાં નેતાજીની ફેમિલી ફોટો મળી આવી છે. આ ફોટોમાં નેતાજીના માતા-પિતા જાનકીનાથ બોઝ અને પ્રભાવતી બોઝ તેમજ પરિવારના અન્ય લોકો પણ હતા.

પોતાના જીવનના અંતિમ ત્રણ વર્ષ ગુમનામી બાબા 1982-85 સુધી ફેઝાબાદના રામ ભવનમાં રહ્યા હતા. જેના માલિક શક્તિ સિંહે ગુમનામી બાબાના સામનને સરકારને સોપ્યો છે. સિંહાએ કહ્યું કે, “આ ફોટોમાં બોઝના માતા-પિતા ઉપરાંત પરિવારના અન્ય 22 સભ્યો પણ છે.” ગુમનામી બાબાના સામાનની તપાસ માટે ફેઝાબાગ કલેક્ટરતરફથી બનાવવામાં આવેલી સમિતિમાં સિંહ પણ છે. સિંહનું કહેવું છે કે, “4 ફેબ્રુઆરી 1986માં સુભાષ ચંદ્ર બોઝના ભાઇની દીકરી લલિતા બોઝ રામ ભવન આવી હતી જ્યાં તેણે ફોટામાં પરિવારના અન્ય લોકોની ઓળખ આપી હતી.”

આ સામાનમાં પવિત્ર મોહન રાયની કેટલીક ચિઠ્ઠિઓ પણ મળી છે. જે આઝાદ હિંદ ફોઝની ગુપ્તચર શાખાના અધિકારી હતા. આ ઉપરાંત સંઘના એમ.એસ. ગોલવરકર સહિત કેટલીક જાણીતી હસ્તિઓની પણ ચિઠ્ઠિઓ પ્રાપ્ત થઇ છે. સામાનમાં કેટલાક ટેલીગ્રામ પણ મળી આવ્યા છે. સાથે જ જર્મનીમાં બનેલું એક ટાઇપ રાઇટ પણ છે. આ બધી જ વસ્તુઓ મળ્યા પછી ગુમનામી બાબા જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ તે માન્યતા સચોટ બની રહી છે.

You might also like