અરબી સમુદ્રમાં સર્જાયું નૈઋત્યનું ડિપ્રેશન, રાજ્યના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં નેઋત્યનું ડિપ્રેશન સર્જાયું છે. જેને લઈને હવામાન વિભાગે સમુદ્રમાં તોફાનની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

જેના કારણે રાજ્યના તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. બંદરો પર એક નંબરના સિગ્નલને લઇને હવામાન વિભાગે તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે.

જો કે હાલમાં ડિપ્રેશનથી કોઈ પણ પ્રકારનું નુકશાન થાય તેવી સંભાવના નથી. અગમચેતીનાં ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા ગંભીર સૂચના પણ આપી દેવામાં આવી છે.

હાલમાં થોડા સમય પહેલા જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન ઓચિંતુ બદલાઇ ગયું હતું. જેમાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવન ફૂકાતા રહેતા હોય છે.

You might also like