નેપાળી યુવાને 23 વર્ષમાં એકવીસવાર માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરી

માઉન્ડ એવરેસ્ટની ચઢાઈ કરવું એ બધા પર્વતારોહક માટે સ્વપ્ન સમાન હોય છે પરતું નેપાળના કામી રીતા શેરપા એકવીસ વાર માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈને માણી ચુક્યાં છે. કામી રીતા તેમના પરાક્રમને લીધે વલ્ર્ડ રેકોર્ડ મેળવ્યું છે ત્યારે હવે તેઓ 22મી વાર માઉન્ડ એવરેસ્ટ પર ચઢાઈ શરૂ કરવાના છે. નેપાળના કામી રીતા , અપા શેરપા અને ફુરબા તાશી શેરપા નામના ત્રણેય પર્વતારોહી આ વલ્ર્ડ રેકોર્ડ ધરાવે છે.

8848 મીટરની માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈને સર કરવા માટે તેઓ અમેરિકી, જાપાની કુલ 29 પર્વતારોહીયો સાથે 22મી વાર માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરશે.

48 વર્ષીય રીતાએ વાતચીતમાં જણાવ્યું કે પોતાના દેશ અને શેરપા સમુદાય માટે તેઓ ફરીવાર માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરશે..રસપ્રદ વાત એ છે કે શેરપા સમુદાયના લોકો નેપાળના ઉંચા પહાડી વિસ્તારમાં રહે છે. વિદેશી પર્વતારોહી તેમના માર્ગદર્શન હેઠળ જ માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરે છે.

1994 થી 2017 સુધીમાં 21 વાર કરી ચુક્યાં છે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈને ફતહ

રીતાએ વર્ષ 1994માં સૌ-પ્રથમવાર માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈને ફતહ કરી હતી..તેઓ 27મી માર્ચ 2017ના રોજ પણ માઉન્ટ એવરેસ્ટને સર કરી ચુક્યાં છે…તેમણે વધુમાં ઉમેર્યું કે જો હુ વલ્ર્ડ રેકોર્ડ પણ બનાવી લઈશ તેમ છતાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો પોતાનો અભિયાન ક્યારેય અટકાવીશ નહિ.

હુ માઉન્ટ એવરેસ્ટ પર કુલ 25 વાર ચઢવા માંગુ છું. વર્ષ 1953માં સૌ-પ્રથમવાર સર અડમંડ હિલેરી અને શેરપા તેનજિંગે સૌ-પ્રથમ વખત માઉન્ડ એવરેસ્ટ પર ચઢાઈ કરી હતી. 1953 થી હાલ સુધીમાં વિશ્વના લગભગ 5300 પર્વતારોહી માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ સર કરી ચુક્યાં છે.

You might also like