નેપાળના પીએમ ઓલીએ અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કર્યા વિના આપ્યું રાજીનામું

કાઠમાંડૂ: નેપાળના વડાપ્રધાન કે પી ઓલીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કર્યા વિના તેમણે રાષ્ટ્રપતિને રાજીનામું આપી દીધું છે. કેપી ઓલી સરકાર વિરૂદ્ધ સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર રવિવારે મતદાન યોજાવવાનું હતું, પરંતુ તે પહેલાં જ વડાપ્રધાન કે પી ઓલીએ રાજીનામું આપી દીધું. સંસદમાં અવિશ્વાસ પર જવાબ આવતાં પહેલાં વડાપ્રધાન ઓલીએ રાષ્ટ્રપતિ ભવન જઇને પોતાનું રાજીનામું આપી દીધું હતું.

સંસદમાં ગત ત્રણ દિવસથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી હતી અને રવિવારે વડાપ્રધાન ઓલીએ તેના પર જવાબ માંગ્યો હતો. સત્તારૂઢ ગઠબંધનના પ્રમુખ માઓવાદી સહિત કેટલાક પક્ષો દ્વારા સરકાર પાસેથી સમર્થન પરત લેવા અને અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય કર્યા બાદ ઓલીએ પદ છોડવાનો નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રપતિ સમક્ષ રાજીનામું આપ્યા બાદ કે પી ઓલી સીધા સંસદ ભવન પહોંચ્યા ત્યાં સદનને સંબોધન કરી રહ્યાં છે. આ સંબોધન બાદ તે પદ છોડવાની ઔપચારિક જાહેરાત કરવાના હતા.

You might also like